ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

શીખ રમખાણોથી ઈમરજન્સી સુધી! અનુરાગ ઠાકુરનો કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી જબરદસ્ત પ્રહાર

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે તમે બંધારણને ખિસ્સામાં રાખીને ફરો છો, પરંતુ માત્ર તેને લઈ ફરવાથી કંઈ થતું નથી. ઠાકુરે આક્ષેપ કર્યો કે, રાહુલ અને ગાંધી પરિવારને ખબર હોવી જોઈએ કે તેમનાં શાસનમાં દેશના બંધારણ સાથે કઇ રીતે અન્યાય થયો હતો.
04:57 PM Dec 14, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Anurag Thakur's reply to Rahul Gandhi

Anurag Thakur's reply to Rahul Gandhi : લોકસભામાં બંધારણના 75 વર્ષ પૂરા થવાના અવસરે ચાલી રહેલી ખાસ ચર્ચામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે (Anurag Thakur) વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી સતત બંધારણ બતાવીને ચર્ચા કરે છે, જોકે રાહુલને એ પણ ખબર નથી કે બંધારણમાં કેટલા પાનાં છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે જે પાર્ટી આજે બંધારણને બચાવવાની વાત કરે છે, તે જ પાર્ટીએ તેમના શાસનમાં શીખોના ગળા કાપવાની ઘટનાઓને અંજામ આપી હતી. 1975ની કટોકટી દરમિયાન લોકશાહીનું ગળું દબાવવાનું કામ પણ કોંગ્રેસે જ કર્યું હતું.

રાહુલ ગાંધી પર તીખા પ્રહાર

અનુરાગ ઠાકુરે (Anurag Thakur) રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે તમે બંધારણને ખિસ્સામાં રાખીને ફરો છો, પરંતુ માત્ર તેને લઈ ફરવાથી કંઈ થતું નથી. ઠાકુરે આક્ષેપ કર્યો કે, રાહુલ અને ગાંધી પરિવારને ખબર હોવી જોઈએ કે તેમનાં શાસનમાં દેશના બંધારણ સાથે કઇ રીતે અન્યાય થયો હતો. તેમણે જણાવ્યું કે કઈ રીતે કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચાર દ્વારા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને નુકસાન પહોંચાડ્યું છે. રાહુલના "એકલવ્ય" ઉદાહરણ પર ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે શાસનકાળમાં દેશના શીખ સમુદાય અને બીજા સમુદાયો સાથે મોટાં અન્યાય કર્યા છે.

રાહુલના નિવેદનો પર ભાજપની પ્રતિક્રિયા

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક કટાક્ષ કરતા કહ્યું કે, ભારતના ઈતિહાસમાં મોટાભાગના રમખાણો કોંગ્રેસ પાર્ટીના શાસન દરમિયાન થયા છે. તેમણે દેશના બંધારણને ખતમ કરવાનું કામ કર્યું છે. તેમણે આ માટે દેશની માફી માંગવી જોઈએ. રાહુલે મનુસ્મૃતિના ઉલ્લેખ સાથે સાવરકર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સાવરકરના મતે ભારતીય બંધારણમાં કોઈ ભારતીય છે જ નહીં. રાહુલે દ્રોણાચાર્ય અને એકલવ્યની વાર્તા ઉઠાવીને કહ્યું હતું કે ભાજપ ગરીબો અને યુવાનોના હકો છીનવી રહી છે.

કોંગ્રેસ પર ઈતિહાસના તથ્યો સાથે પ્રહાર

અનુરાગ ઠાકુરે ફરી ચર્ચા દરમિયાન કટાક્ષ કર્યો હતો કે, કોઇ પણ મનઘડંત વાતો કરીને કોંગ્રેસ ભાજપના કામ પર પ્રહાર કરી રહી છે. તેમણે કોંગ્રેસને યાદ અપાવ્યું કે તેમના શાસન દરમિયાન દેશના ઇતિહાસમાં સૌથી વધારે રમખાણો અને તોફાનો થયા હતા. ભાજપે ક્યારેય બંધારણનો અનાદર કર્યો નથી, જ્યારે કોંગ્રેસે વારંવાર બંધારણને બદનામ કરવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો:  Parliament Live Updates : સંસદમાં બંધારણ પર ચર્ચા ચાલુ, રાહુલે કહ્યું- સાવરકર મનુસ્મૃતિને બંધારણથી ઉપર માનતા હતા...

Tags :
Anurag ThakurAnurag Thakur reply to Rahul GandhiAnurag Thakur's reply to Rahul GandhiBJPcongresGujarat FirstHardik ShahLokSabharahul-gandhi