Parliament: Vinesh Phogat મુદ્દે લોકસભામાં વિપક્ષે કર્યો હોબાળો
- વિનેશ ફોગાટ મુદ્દે લોકસભામાં હોબાળો
- વિપક્ષના સાંસદોએ કર્યો હોબાળો
- ભારત સરકારને હસ્તક્ષેપ કરવાની વિપક્ષની માંગ
Parliament:રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં નહી રમી શકે. તેનું ઓવરવેઇટ હોવાથી તેઓ ડિસ્ક્વોલિફાય થયા છે. ત્યારે સંસદના ચોમાસા સત્રમાં આ મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આ મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરી હતી. ત્યારે હવે આ મામલે બપોરે 3 વાગે આ અંગે રમતગમત મંત્રી સંસદમાં જવાબ રજૂ કરશે.
મારી સાથે આખો દેશ દુઃખી- મહાવીર ફોગાટ
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિગ્રા કેટેગરીમાં અયોગ્ય જાહેર કરવા પર તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું કે સમગ્ર દેશ મેડલની અપેક્ષા રાખતો હતો. મારી સાથે આખો દેશ દુઃખી છે. મને ખબર પડી કે 150 કિગ્રા. ગ્રામ વજન વધારે હતું.
#WATCH भारतीय पहलवान विनेश फोगाट को अधिक वजन के कारण महिला कुश्ती 50 किलोग्राम वर्ग में अयोग्य घोषित किए जाने पर उनके ताऊ महावीर फोगाट ने कहा, "पूरे देश को पदक की उम्मीद थी। मेरे साथ पूरे देश को दुख है। मुझे पता चला है कि 150 ग्राम वजन ज्यादा था जिसके चलते अयोग्य घोषित कर दिया… pic.twitter.com/UpBociCPUe
— ANI_HindiNews (@AHindinews) August 7, 2024
આ પણ વાંચો -Vinesh Phogat ને લઇને PM મોદીનું ટ્વીટ, તમે ભારતનું ગૌરવ છો...
તેની મહેનતનું ફળ ન મળ્યુ- શશી થરૂર
આ અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું વિનેશ ફોગટ અહીં પહોંચી હતી. તેણે વિશ્વની નંબર-1 રેસલરને હરાવી. સમગ્ર દેશમાં ખુશીની લહેર હતી. આ સમાચાર દુઃખદ છે. વિનેશને તેની મહેનતનું ફળ મળ્યું નથી.
#WATCH भारतीय पहलवान विनेश फोगाट को अधिक वजन के कारण महिला कुश्ती 50 किलोग्राम वर्ग से अयोग्य घोषित किए जाने पर कांग्रेस नेता शशि थरूर ने कहा, "विनेश फोगाट यहां तक पहुंची। उन्होंने वर्ल्ड नंबर-1 पहलवान को हराया। पूरे देश में खुशी की लहर थी। ये खबर दुखद है। विनेश ने जो मेहनत की थी… pic.twitter.com/CpdHWSo6PQ
— ANI_HindiNews (@AHindinews) August 7, 2024
આ પણ વાંચો -Wayanad Landslides : રાહત અને બચાવ કાર્યનો આજે 9 મો દિવસ, હજુ પણ મળી રહ્યા છે મૃતદેહો...
ભારતે કર્યો વિરોધ
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વિનેશ ફોગાટને ડિસક્વોલીફાય કરવામાં આવ્યા છે. ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટને વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
#WATCH | Delhi: Opposition MPs raise the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024, in Lok Sabha
Union Minister Arjun Ram Meghwal says, 'Union Sports Minister will give a statement on this matter at 3 pm today." pic.twitter.com/kFqle3uSQc
— ANI (@ANI) August 7, 2024
આ પણ વાંચો -15 મી ઓગસ્ટે દિલ્હીમાં કોણ લહેરાવશે તિરંગો? Arvind Kejriwal એ LG ને લખ્યો પત્ર...
IOAએ આપી પ્રતિક્રીયા
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલીફાય કરવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.