Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parliament: કેન્દ્રનો દાવો - જન ઔષધિ યોજનાથી લોકોના 7416 કરોડ રૂપિયા બચ્યા, વાંચો કેવી રીતે....

ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400...
parliament  કેન્દ્રનો દાવો   જન ઔષધિ યોજનાથી લોકોના 7416 કરોડ રૂપિયા બચ્યા  વાંચો કેવી રીતે

ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400 કરોડ છે.દેશભરમાં 10,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રોએ લોકોને આ નાણાકીય વર્ષમાં આશરે 7,416 કરોડ રૂપિયાની બચત કરવામાં મદદ કરી છે. શુક્રવારે રાજ્યસભામાં આ માહિતી આપતાં રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ઢુબાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં આ યોજનાના વાર્ષિક વેચાણમાં 150 ગણો અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.ગયા નાણાકીય વર્ષમાં, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) એ 1,236 કરોડ રૂપિયાની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 40% વધુ છે. ખુબાએ જણાવ્યું હતું કે, 2023-24 માટે અંદાજિત વેચાણ લક્ષ્ય રૂ. 1,400 કરોડ છે. તેમણે કહ્યું, આ યોજના ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખુબાએ કહ્યું કે, નાગરિકોને છેલ્લા નવ વર્ષમાં આ યોજના હેઠળ કુલ રૂ. 23,000 કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે. સરેરાશ 10-12 લાખ લોકો દરરોજ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં દેશના 753 જિલ્લામાં 10,006 જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

Advertisement

આ  પણ  વાંચો -સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં આનંદપાલની પુત્રીની સંડોવણી ?

Advertisement

Tags :
Advertisement

.