Supreme Court: બેથી વધારે બાળકો વાળા માતા-પિતા સરકારી નોકરી ભૂલી જાય, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
Supreme Court: રાજસ્થાનમાં એવો કાયદો છે કે, અહીં રાજકારણમાં ચૂંટણી લડવી હોય તો માત્ર બે જ બાળકો હોવા જોઈએ. તેનાથી વધારે હોય તો બાળકો હોય તો તે ચૂંટણી લડી શખે નહીં. પરંતુ હવે અહીં રાજનેતા સાથે સાથે સરકારી નોકરી માટે પણ આ જ કાનૂન લાગું કરી દેવમાં આવ્યું છે. હવે જો બેથી વધારે બોળકો હશે તો તે માતા-પિતાને કોઈ પણ સરકારી નોકરી નહીં મળે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેની મંજૂરી આપી દેવામાં આવી છે. બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારો માટે આ આંચકો છે જેઓ સરકારી નોકરી શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લગભગ 21 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણી માટે આ નીતિને ફરજિયાત બનાવી હતી.
સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને કેવી જસ્ટિસ વિશ્વનાથનની બેન્ચે ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017 માં સેવામાંથી નિવૃત્ત થયા હતા અને 25 મે 2018 ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી હતી. રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી. રાજસ્થાન વિવિધ સેવાઓ (સુધારા) નિયમો, 2001 હેઠળ જોગવાઈ છે કે જો ઉમેદવારને 1 જૂન, 2002 ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો હોય, તો તે સરકારી નોકરી માટે પાત્ર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે રામ લાલ જાટને બે થી વધુ બાળકો છે. તેણે અગાઉ સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં પોતાનો ચુકાદો આપતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે તેણે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
2003માં આ જ જોગવાઈને સર્વોચ્ચ અદાલતનું સમર્થન
આ કેસમાં સુનાવણી કરતા ન્યાયમૂર્તિ કાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, ‘પંચાયતની ચૂંટણી લડવા માટેની લાયકાતની શરત તરીકે સમાન જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. જાવેદ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં 2003માં આ જ જોગવાઈને સર્વોચ્ચ અદાલતે સમર્થન આપ્યું હતું. જો ઉમેદવારોને ગેરલાયક ઠેરવે છે. તેમને બે કરતાં વધુ બાળકો છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો હતો.’ આથે સુપ્રીમ કોર્ટે અપીલને ખારીઝ કરતા કહ્યું કે, હાઈકોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો: Delhi : ડોક્ટરની આત્મહત્યા મામલે કોર્ટે AAP ધારાસભ્ય પ્રકાશ જારવાલને દોષી ઠેરવ્યો…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ