Pahelgam Terrorist Attack : આતંકી હુમલાનો વધુ એક 28 સેકન્ડનો Video આવ્યો સામે
- પહેલગામ આતંકવાદી હુમલાનો વધુ એક વીડિયો આવ્યો સામે
- વીડિયોમાં આતંકવાદી મેદાનમાં પ્રવાસીઓ વચ્ચે આવી રહ્યોછે
- આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી હડકંપ
Pahelgam Terrorist Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (Pahelgam Terrorist Attack ) સાત દિવસ વીતી ગયા છે. સુરક્ષા દળો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારના દ્રશ્યોથી અફરા-તફરી મચેલી જોવા મળે છે, જ્યાં ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો કપડાંના સ્ટોલ પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવતા જોવા મળે છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને આજે (સોમવાર) સાત દિવસ પૂર્ણ થયા છે. સુરક્ષા દળો આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. એનઆઇએ ઝડપથી તપાસ આગળ ધપાવી રહી છે. હવે ઘટના સ્થળનો બીજો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકવાદીઓ દૂરથી લોકો પર ગોળીબાર કરી રહ્યા છે. ગોળીનો અવાજ સાંભળીને લોકો પોતાને બચાવવા માટે કપડાંના સ્ટોલ પાછળ છુપાયેલા જોવા મળે છે.
પહેલગામ હુમલાના નવા વીડિયોમાં શું છે?
પહેલગામ આતંકવાદી હુમલાનો 28 સેકન્ડનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકવાદી મેદાનમાં પ્રવાસીઓ વચ્ચે આવી રહ્યો છે અને ગોળીબાર કરી રહ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, ત્યારે ઘણા લોકો થોડા અંતરે ઉભા જોવા મળ્યા. જે પોતાને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે.
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી હડકંપ મચી ગયો
વીડિયોમાં જોઈ શકાય છે કે આતંકવાદી હુમલાને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરંતુ આતંકવાદીઓ આરામથી ગોળીબાર કરતા અને તે સ્થળ તરફ આવતા જોવા મળ્યા જ્યાં લોકો છુપાયેલા હતા.ઘણા લોકો કપડાંના સ્ટોલ પાછળ પોતાને બચાવતા જોવા મળ્યા, જેમાં ઘોડેસવારો અને અન્ય સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. ઘોડેસવારો ભાગ્યા નહીં. તે પ્રવાસીઓ સાથે જોવા મળ્યા હતા. ઘોડેસવારો તેમને ઝૂકવાનું, બેસવાનું અને જમણી બાજુ જવાનું કહી રહ્યા છે. તેઓ તેનો જીવ બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
બૂમાબૂમ અને ગોળીબાર
આતંકવાદીઓ દ્વારા કોઈ અંધાધૂંધ ગોળીબાર થયો ન હતો. ત્યાં જે ગોળીબાર સંભળાયો હતો તે પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. તે સ્થળ એ નિર્દોષ પ્રવાસીઓ માટે કબ્રસ્તાન બની ગયું જેઓ ફક્ત પોતાના જીવનના કેટલાક સુખદ ક્ષણો વિતાવવા આવ્યા હતા.
સરકાર અને પોલીસ પર પ્રશ્નો
સરકારનું કહેવું છે કે જ્યારે ટુર ઓપરેટરોએ આ સ્થળ પ્રવાસીઓ માટે ખોલ્યું ત્યારે પોલીસને પર્યટન વિશે કોઈ ખ્યાલ નહોતો. જમ્મુ અને કાશ્મીર પોલીસને કહેવામાં આવ્યું ન હતું કે પ્રવાસીઓને ત્યાં લઈ જવામાં આવશે.