Pahalgam Terror Attack : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પુનર્ગઠનથી અજિત ડોભાલ બનશે વધુ આક્રામક
- મોદી સરકારે National Security Advisory Board નું પુનર્ગઠન કર્યુ છે
- ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને આ બોર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે
- અજિત ડોભાલને ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીનો સાથ મળતા તેમની તાકાતમાં અનેકગણો વધારો થશે
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મોદી સરકારે National Security Advisory Board નું પુનર્ગઠન કર્યુ છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ બોર્ડ દેશની સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને સલાહ આપે છે. હવે આ બોર્ડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન
આજે PMOમાં કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી( CCS)ની બેઠક દરમિયાન અનેક મોટા નિર્ણયો લેવાયા છે. જેમાં 7 સભ્યોનું National Security Advisory Board નું પુનર્ગઠન કરવામાં આવ્યું. પૂર્વ RAW ચીફ આલોક જોશી (Alok Joshi) ને પ્રમુખ બનાવાયા. પૂર્વ એર માર્શલ પીએમ સિંહા (PM Sinha) , લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ (AK Singh), એડમિરલ મોન્ટી ખન્ના (Monty Khanna) ને પણ બોર્ડમાં સમાવિષ્ટ કરાયા. પૂર્વ IPS રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નિવૃત્ત IFS બી વેંકટેશ વર્માને પણ બોર્ડમાં સામેલ કરાયા છે. આમ હવે આ બોર્ડમાં સાત સભ્યો હશે. આ સાતેય પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો હશે. તેમાં લશ્કરી પૃષ્ઠભૂમિના 3 નિવૃત્ત અધિકારીઓ હશે. બે નિવૃત્ત IPS અધિકારીઓ હશે. એક ભારતીય વિદેશ સેવામાંથી નિવૃત્ત અધિકારી હશે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : PMOમાં CCSની બેઠક સંપન્ન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરાયું
Alok Joshi ની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ
સૌથી મહત્વની બાબત છે આ બોર્ડના અધ્યક્ષ તરીકે Alok Joshi ની નિમણૂક. જોશીએ 2012 થી 2014 સુધી RAW ના વડા તરીકે સેવા આપી હતી. ગુપ્તચર ક્ષેત્રમાં તેમની કુશળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળના બોર્ડનું મુખ્ય કાર્ય સરકારને સલાહ આપવાનું છે. આ સાથે, આ બોર્ડ આતંકવાદ, સાયબર સુરક્ષા અને સરહદ સુરક્ષા જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપી શકે છે.
અજિત ડોભાલ બનશે વધુ આક્રામક
અજિત ડોભાલને માત્ર ભારત કે એશિયામાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં કોઈ પરિચયની જરૂર નથી. હવે અજિત ડોભાલને ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીનો સાથ મળતા તેમની તાકાતમાં અનેકગણો વધારો થયો છે. મોદી સરકારે National Security Advisory Board નું પુનર્ગઠન કર્યુ છે અને Alok Joshi ને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. સરકારનું આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના હાથને વધુ મજબૂત કરશે તેમાં કોઈ બેમત નથી.
આ પણ વાંચોઃ Chardham Yatra : સઘન સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો આરંભ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા