Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં મેગા સર્ચ ઓપરેશન, Gujarat First નો Exclusive Report
- પહેલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી
- સમગ્ર કાશ્મીરમાં સેનાનું Operation All Out
- ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી ટીમ Gujarat First પહોંચી કાશ્મીર
- Gujarat First નો Exclusive Report
Pahalgam Terror Attack : 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) શરૂ કરી દીધું છે. જેના માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. Gujarat First ગ્રાઉન્ડ ઝીરો પરથી કરી રહ્યું છે Exclusive Reporting.
ભારતીય સેના મક્કમ છે
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે ગ્રાઉન્ડ ઝીરો પરથી Exclusive Reporting કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતીય સેના સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં Operation All Out અંતર્ગત મેગા સર્ચ ઓપરેશન કરી રહી છે. આ સર્ચ ઓપરેશન ઈન્ડિયન આર્મી, CRPF અને કાશ્મીર પોલીસનું જોઈન્ટ ઓપરેશન છે. ભારતીય સેનાએ મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કર્યા છે. ભારતીય સેના આતંકીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા મક્કમ છે. એક એક આતંકીઓને અંજામ સુધી પહોંચાડાશે.
આતંકવાદી સમર્થકોની શોધ ખોળ
આ હુમલામાં સ્થાનિક સહયોગીઓની ભૂમિકા પણ સામે આવી છે, જેમણે આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ અને માહિતી પૂરી પાડી હતી. સેનાએ આવા સહયોગીઓને ઓળખવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ ગુપ્તચર ટુકડીઓ ગોઠવી છે. અનંતનાગ પોલીસ (Anantnaag Police) અનુસાર દક્ષિણ કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદી સમર્થકોની ઓળખ માટે વ્યાપક તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીએ સ્થાનિક આતંકી નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.
(ગુજરાત ફર્સ્ટની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)