Pahalgam Terror Attack : આતંકીઓનો અંત નક્કી, સુરક્ષાદળોએ 14 આતંકીઓની યાદી કરી તૈયાર
- Pahalgam Terror Attack બાદ આતંકીઓનો અંત નક્કી
- Indian security forces એ 14 આતંકીઓની યાદી કરી તૈયાર કરી છે
- જેમાં લશ્કર, જૈશ, હિઝબુલ્લાહના આતંકવાદીઓનો સમાવેશ થાય છે
- કુલગામમાં 3 ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પણ ધરપકડ કરાઈ છે
Pahalgam Terror Attack : 22મી એપ્રિલે થયેલા હીચકારી અને અમાનવીય આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો છે. જ્યારે 17 પર્યટકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ ભારતે હવે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ છે. Indian security forces એ 14 આતંકીઓનીયાદી તૈયાર કરી દીધી છે. જેમાં લશ્કર, જૈશ, હિઝબુલ્લાહના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
આતંકી ઉપરાંત ઓવરગ્રાઉન્ડ વર્કસ પર પણ તવાઈ
જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓનો સફાયો હવે નક્કી જ છે કારણ કે, Indian security forces એ 14 આતંકીઓની યાદી તૈયાર કરી દીધી છે. જેમાં લશ્કર, જૈશ, હિઝબુલ્લાહના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ પુલવામા, શોપિયા અને સોપોરમાં આતંકવાદીઓ સક્રીય હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનંતનાગ અને કુલગામના આતંકીઓ પણ હવે Indian security forces ના ટાર્ગેટ પર છે. માત્ર આતંકવાદીઓ જ નહિ પરંતુ પાકિસ્તાની આતંકીઓના મદદગારો પર પણ સકંજો કસાયો છે. અનંતનાગમાં 175 સંદિગ્ધોની અટકાયત બાદ પૂછપરછ કરાઈ છે. આતંકવાદીઓની મદદ કરવાના આરોપમાં અટકાયત કરાઈ છે. તેમજ કેટલાક સંદિગ્ધો પાસેથી હથિયાર પણ જપ્ત કરાયા છે. કુલગામમાં 3 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (Overground workers) ની પણ ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : પાણી મુદ્દે પાકિસ્તાન ગુસ્સે ભરાયું, શાહબાઝે કહ્યું- 'પૂરી તાકાતથી જવાબ આપીશું'
14 આતંકીઓની યાદી તૈયાર કરાઈ
ભારતીય સુરક્ષાદળોએ 14 આતંકીઓની યાદી તૈયાર કરી છે.
- આદિલ રહમાન દેંતુ - સોપોર - LeT
- આસિફ અહમદ શેખ - અવંતીપોરા - JeM
- અહસાન અહમદ શેખ - પુલવામા - LeT
- હરીશ નઝીર - પુલવામા - LeT
- આમીર નઝીર વાની પુલવામા - JeM
- યાવર અહમદ ભટ - પુલવામા - JeM
- આસિફ અહમદ ખાંડી - શોપિયા - HM
- નસીર અહમદ વાની - શોપિયા - LeT
- શાહિદ અહમદ કુટી - શોપિયા - LeT/TRF
- આમિર અહમદ ડાર - શોપિયા - LeT
- અદનાન શફી ડાર - શોપિયા - LeT/TRF
- ઝુબૈર અહમદ વાની -અનંતનાગ - HM
- હારૂન રાશિદ ગની - અનંતનાગ - HM
- ઝાકીર અહમદ ગની - કુલગામ - LeT
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : 22મી એપ્રિલનો બીજો વીડિયો સામે આવ્યો, જોતા જ કાળજુ કંપી ઉઠશે