Pahalgam Terror Attack : 22મી એપ્રિલનો બીજો વીડિયો સામે આવ્યો, જોતા જ કાળજુ કંપી ઉઠશે
- Pahalgam Terror Attack નો બીજો વીડિયો આવ્યો સામે
- કમકમાટીભર્યા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે આતંકીકૃત્ય
- નિર્દોષ પર્યટકની આતંકવાદીએ નિર્દયતાપૂર્ણ રીતે કરી હત્યા
Pahalgam Terror Attack : સમગ્ર વિશ્વમાં અત્યારે પાકિસ્તાન પર થુ......થુ........ થઈ રહ્યું છે. Pakistan એ 22મી એપ્રિલે કરેલા હીચકારા અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો બીજો વીડિયો સામે આવ્યો છે. આ Shocking video માં કાળજુ કંપી ઉઠે તેવા દ્રશ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતંકવાદીઓ નિર્દોષ પર્યટકો (Innocent tourists) પર બેફામ ફાયરિંગ કરી રહ્યા છે. આ વીડિયોમાં પર્યટકનું પ્રાણ પંખેરુ ઊડી જતા તે જમીન પર ઢળી પડે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.
બીજો વીડિયો આવ્યો સામે
પાકિસ્તાને 22મી એપ્રિલે Pahalgam Terror Attack કર્યો હતો. પહલગામના બૈસારનમાં આતંકવાદીઓએ 26 ટૂરિસ્ટોની ગેળી મારીને હત્યા કરી નાખી હતી. આ હુમલામાં 17 ટૂરિસ્ટ ઘાયલ થયા હતા. હવે આ હુમલાનો નવો ડરામણો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સફેદ કપડાં પહેરેલો એક ટૂરિસ્ટ ઊભો છે. તેની સામે કાળા કપડાં પહેરેલો એક આતંકવાદી આવી જાય છે. જોત-જોતામાં આતંકવાદીએ સામે ઊભેલા યુવાન પર ગોળી ધરબી દીધી અને ટૂરિસ્ટ ઢળી પડ્યો. ત્યારબાદ ત્યાં ટૂરિસ્ટોમાં ગભરાટ ફેલાય જાય છે. ટૂરિસ્ટો ચીસો પાડવા લાગે છે અને આમતેમ ભાગવા લાગે છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : લંડન બાદ નેપાળમાં પાકિસ્તાની એમ્બસી બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ભારત આપશે ઈંટનો જવાબ પથ્થરથી
ભારત પાકિસ્તાનને આ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ સામી છાતીએ આપશે. ભારતીય સેનાની ત્રણેય પાંખોની તૈયારીઓ જોઈને જ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. Indian Army અને Indian Navy એ ટ્વીટ કરીને યુદ્ધની તૈયારી દર્શાવી છે. નેવીએ X પર #MissionReady અને #AnytimeAnywhereAnyhow પોસ્ટ કરીને આક્રમણ માટે પોતાની તૈયારી દર્શાવી દીધી છે. તે જ પ્રમાણે આર્મીએ 'હંમેશા તૈયાર, હંમેશા સતર્ક'ના મથાળા હેઠળ પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.