Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Padma Shri Award 2025 : ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો

ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો. અશ્વિન ટેસ્ટમાં ભારત માટે બીજા ક્રમના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેણે એક જ ટેસ્ટ મેચમાં 4 અલગ અલગ પ્રસંગોએ સદી ફટકારી અને 5 વિકેટ લીધી છે. વાંચો વિગતવાર.
padma shri award 2025   ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો
Advertisement
  • ભારતીય બોલર Ravichandran Ashwin ને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 28 એપ્રિલના રોજ Ravichandran Ashwin ને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો
  • Ravichandran Ashwin ટેસ્ટમાં ભારત માટે બીજા ક્રમના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે

Padma Shri Award 2025 : ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ ગયા વર્ષે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન ટેસ્ટમાં ભારત માટે બીજા ક્રમના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેણે એક જ ટેસ્ટ મેચમાં 4 અલગ અલગ પ્રસંગોએ સદી ફટકારી અને 5 વિકેટ લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) એ સોમવાર, 28 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં અશ્વિનને પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award 2025) થી સન્માનિત કર્યો છે. બીસીસીઆઈએ પણ રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રી મેળવવા બદલ X પર પોસ્ટ કરીને ધન્યવાદ પાઠવ્યા છે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી Ravichandran Ashwin એ ભારત માટે 106 ટેસ્ટ, 116 વનડે અને 65 ટી20 મેચિસ રમી છે. ટેસ્ટમાં 25.76 ની સરેરાશથી 3503 રન, 6 સદી અને 2.84 ની ઈકોનોમી સાથે 537 વિકેટ, 37 પાંચ વિકેટ, 10 દસ વિકેટ ઝડપી છે. વનડેમાં 16.44 ની સરેરાશથી 707 રન અને 4.93 ની ઈકોનોમીથી 156 વિકેટ તેમજ ટી 20માં 26.29ની સરેરાશથી 184 રન અને 6.91ની ઈકોનોમીથી 72 વિકેટ ઝડપી છે.

Advertisement

આ પણ વાંચોઃ IPL 2025 : DC vs RCB ની મેચમાં કોહલી અને રાહુલ વચ્ચે મેદાનમાં જ બોલાચાલી, Video

Advertisement

2 ICC ટ્રોફીની જીતમાં અગત્યની ભૂમિકા

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી Ravichandran Ashwin ની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે ભારતને 2 ICC ટ્રોફી જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. રવિચંદ્રન અશ્વિન એમએસ ધોની (M. S. Dhoni) ની કેપ્ટનશીપ હેઠળ 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ઈન્ડિયન ટીમનો ભાગ હતો. ભારતીય ક્રિકેટમાં અશ્વિનના યોગદાનને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા તેને પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award 2025) થી સન્માનિત કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની સિદ્ધિઓ

  • પોલી ઉમરીગર એવોર્ડ - 2012-13
  • અર્જુન એવોર્ડ - 2015
  • આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર - 2016
  • આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર - 2016
  • ICC મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર - 2013, 2015, 20116, 2017, 2021
  • CEAT ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર - 2016-17
  • આઈસીસી મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ ડિકેડ - 2011-20
  • ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ - ફેબ્રુઆરી, 2021

આ પણ વાંચોઃ  RR and GT : રાજસ્થાન-ગુજરાત મેચની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ, 2 લોકોની ધરપકડ

Tags :
Advertisement

Trending News

.

×