Odisha ના 300 થી વધુ મજૂરને પશ્ચિમ બંગાળમાં બનાવાયા હતા બંધક, પોલીસ દ્વારા બચાવાયા
- પશ્ચિમ બંગાળમાંથી હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી
- મેદિનીપૂરમાં Odisha ના 300 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા
- કામદારો પર કથિત હુમલાને કારણે તેને બંધક બનાવવામાં આવ્યા હતા
પશ્ચિમ બંગાળમાંથી હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.મળતી માહિતીના અનુસાર, પશ્ચિમ બંગાળના મેદિનીપૂરમાં Odisha ના 300 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે રીતે વિગત સામે આવી રહી છે તેના અનુસાર સ્થળાંતર કામદારો પર કથિત હુમલાને કારણે તેને બંધક બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. પોલીસે સૌને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને તેમને પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
Odisha ના લોકોને બનાવાયા હતા બંધક
સમગ્ર ઘટના એમ છે કે પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં કથિત રીતે 300 થી Odisha લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ બંધક લોકોને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા હતા અને તેમને ઘરે પરત મોકલવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે Odisha પશ્ચિમ બંગાળના સ્થળાંતર કામદારો પર કથિત હુમલાને કારણે તેને બંધક બનાવવામાં આવ્યા હતા.મળતી વિગતના અનુસાર,પશ્ચિમ બંગાળના આ સ્થળાંતર કામદારોને બાંગ્લાદેશી નાગરિકો સમજીને ભૂલ કરી દેવામાં આવી હતી.
પોલીસ દ્વારા કરાયો બચાવ
જે રીતે વિગત સામે આવી રહી છે તેના અનુસાર,બાલાસોર અને મયુરભંજ જિલ્લાના આ લોકો કેશપુરના ખારીકા ગામમાં સ્થાનિક ડોક્ટર પાસે સારવાર માટે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.પોલીસ દ્વારા દરમિયાનગિરિ કરીને તેમને બાદમાં બચાવવામાં આવ્યા હતા. આ ઘટના ઓડિશામાં 10 ઓગસ્ટના રોજ સમાન ઘટનાને અનુસરે છે,જ્યાં યુવાનોએ પાડોશી દેશમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે બાંગ્લાદેશી નાગરિકો હોવાની શંકા રાખીને સંબલપુર જિલ્લામાં એક બાંધકામ સ્થળ પર 34 લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : KOLKATA DOCTOR CASE : પીડિતાએ મૃત્યુ પહેલા પોતાની ડાયરીમાં લખ્યા હતા આ શબ્દો, વાંચશો તો તમારું હ્રદય પણ પીગળી જશે