Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીના ટાણે મિત્ર એ જ મિત્રને રોડ ઉપર બોમ્બથી ઉડાડી મોતને ઘાટ ઉતાર્યો, CCTV થયા વાયરલ

દિવાળીના સમય દરમિયાન ફટકડાના કારણે નાના મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ગાઝિયાબાદ માંથી દિવાળીની રાત્રે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગન પાઉડરના ઘાથી એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના એ છે કે...
દિવાળીના ટાણે મિત્ર એ જ મિત્રને રોડ ઉપર બોમ્બથી ઉડાડી મોતને ઘાટ ઉતાર્યો  cctv થયા વાયરલ

દિવાળીના સમય દરમિયાન ફટકડાના કારણે નાના મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ગાઝિયાબાદ માંથી દિવાળીની રાત્રે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગન પાઉડરના ઘાથી એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના એ છે કે કેટલાક આરોપીઓએ લોખંડના સળિયામાં ગનપાઉડર ભરીને યુવક પર ફોડ્યો હતો, તેને કારણે  તેની પાછળની બાજુએ ગંભીર ઈજાઓ થઈ હતી. રક્તસ્ત્રાવ બંધ ન થઈ શકવાથી પીડિતનું કરૂણ મૃત્યુ થયું હતું. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.

Advertisement

સામાન્ય દલીલમાં થયો ઝગડો 

આ ઘટના ગાઝિયાબાદના ઝંડાપુરની ઘનશ્યામ સ્કૂલ પાસે બની હતી. 30 વર્ષનો અફઝલ ઉર્ફે નટુ પગપાળા ક્યાંક જઈ રહ્યો હતો. મૃતકના ભાઈ અને અફઝલના મકાન માલિકે જણાવ્યું કે, તેનો પરિચિત પ્રદીપ તેના બે મિત્રો સાથે અફઝલ પાસે આવ્યો હતો. પ્રદીપની અફઝલ સાથે કોઈ મુદ્દે દલીલ થઈ હતી.

Advertisement

ફટાકડાના કારણે યુવકે ગુમાવ્યો જીવ 

પ્રદીપે લોખંડના સળિયામાં સલ્ફર પોટાશ ભરીને અફઝલની ઉપર ફોડ્યો હતો. વિસ્ફોટ થતાં જ અફઝલ સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આરોપી અફઝલને છોડીને સ્થળ પરથી નાસી ગયો હતો. પ્રદીપના મકાન માલિક અને અન્ય લોકો તેને MMG હોસ્પિટલ લઈ ગયા. ગનપાઉડરના ઘા ને કારણે અફઝલના પગની નસો ફાટી ગઈ હતી. ઘા એવો હતો કે લોહીનો પ્રવાહ બંધ થતો ન હતો. થોડી વારમાં અફઝલ મૃત્યુ પામ્યો.

Advertisement

સમગ્ર ઘટના CCTV માં થઈ કેદ 

આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTV માં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી અફઝલની નજીક આવ્યો અને તેના પર ગનપાઉડરથી હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી પ્રદીપને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મૃતક અફઝલ અને આરોપી પ્રદીપ એકબીજાના પાડોશી હતા.

આરોપી સામે નોંધાયો કેસ

અફઝલના મકાનમાલિકના જણાવ્યા મુજબ, આરોપી પ્રદીપ અને તેના સાગરિતો ગાંજા અને અન્ય ગેરકાયદે ડ્રગ્સની દાણચોરી કરે છે. આરોપીઓ વચ્ચે લડાઈ સામાન્ય છે. ઘણીવાર તેઓ કોઈને કોઈ વ્યક્તિ સાથે વિવાદમાં રહે છે. ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું  કે પ્રદીપ નામના વ્યક્તિએ અફઝલની પાછળ દોરી વડે ફટાકડા ફોડ્યા હતા. અફઝલને પાછળના પગમાં ઈજા થઈ હતી. અતિશય રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું હતું. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો -- Raymond ના માલિક ગૌતમ સિંઘાનિયા પત્નીથી અલગ થયા, 32 વર્ષ પછી છૂટાછેડા… કહ્યું- ‘આ દિવાળી પહેલા જેવી નથી’

Tags :
Advertisement

.