Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ODISHA : તંત્ર-મંત્રના ચક્કરમાં થયો મોટો કાંડ; યુવતીના માથામાંથી મળી આવી 70 સોય અને પછી...

બ્લેક મેજિક અને તાંત્રિક વિદ્યાના ચક્કરમાં આપણે અત્યાર સુધીમાં લોકોના અજીબો ગરીબ કિસ્સાઓ વિશે સાંભળ્યું છે. પરંતુ હવે જે બાબત સામે આવી છે, તેને જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. ઓડિશાના બુરલામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક...
odisha   તંત્ર મંત્રના ચક્કરમાં થયો મોટો કાંડ  યુવતીના માથામાંથી મળી આવી 70 સોય અને પછી

બ્લેક મેજિક અને તાંત્રિક વિદ્યાના ચક્કરમાં આપણે અત્યાર સુધીમાં લોકોના અજીબો ગરીબ કિસ્સાઓ વિશે સાંભળ્યું છે. પરંતુ હવે જે બાબત સામે આવી છે, તેને જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. ઓડિશાના બુરલામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક બાળકીના માથાના ભાગમાંથી 1,2 નહીં પરંતુ 85 સોય કાઢવામાં આવી છે. મેલી વિદ્યાના આવેશમાં આવીને લોકો ઘણા વિચિત્ર કામો કરતા હોય છે, પરંતુ આ કિસ્સો ખરેખર ખૂબ જ અચરજમાં મુકનારો છે. મળતી માહિતીના અનુસાર, બાલાંગિર જિલ્લામાં એક 19 વર્ષની છોકરીને તાંત્રિકે કથિત રીતે કાળા જાદુના નામે કપાળમાં સોય મારી દીધી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

Advertisement

ODISHA ના બોલાંગીરમાંથી સામે આવી ઘટના

ODISHA ના બોલાંગીરમાં એક 19 વર્ષની છોકરીને બીમારીમાંથી ઇલાજ કરવા માટે તેના માથામાં અનેક સોય મારવા બદલ એક 'તાંત્રિક'ની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી હતી. સર્જને છોકરીના માથામાંથી લગભગ 70 સોય કાઢી નાખી. મળતી માહિતી મુજબ, યુવતીએ ઝોલછાપ ડોક્ટરની સારવાર બાદ દુખાવાની ફરિયાદ કરી હતી. યુવતીને ગંભીર હાલતમાં બુર્લા વિમસરમાં દાખલ કરવામાં આવી હતી. તેના માથાનું સીટી સ્કેન કરાવ્યા બાદ જાણવા મળ્યું કે તેના કપાળમાં મોટી સંખ્યામાં સોય નાખવામાં આવી હતી. આ રીતે સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો

Advertisement

શું તાંત્રિકે ખોપી માથામાં 70 સોય?

મળતી માહિતીના અનુસાર, સમગ્ર બાબત એમ છે કે ઘટનાનો ભોગ બનનાર 19 વર્ષીય યુવતી ચાર વર્ષ પહેલા તેની માતાના અવસાનથી અવારનવાર બીમાર રહેતી હતી. દરમિયાન, તેણી મેલીવિદ્યા કરતી વ્યક્તિના સંપર્કમાં આવી હતી. કથિત રીતે આ તાંત્રિકે યુવતીનું માથામાં સોય ખોપી હતી, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. તાજેતરમાં રેશ્માના પરિવારજનોએ સોય જોઈને તેને કાઢી નાખી અને પછી તેને વધુ સારવાર માટે ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયા હતા. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલોના અનુસાર, આ તાંત્રિક પહેલા પણ આવી પ્રકારની કરતૂત કરી ચૂક્યો છે. હાલમાં પોલીસ આ બાબત વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Madhya Pradesh Patient News: લો બોલો... દર્દીના ગુપ્તાંગમાંથી નીકાળી તબીબોએ આખી દૂધી!

Tags :
Advertisement

.