Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે રોડ કિનારે ઉભા રહેવું પણ જોખમી! સ્પીડમાં આવતી કારે 6 લોકોને મારી ટક્કર

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક ઝડપી કારે રોડ કિનારે (Roadside) ઉભા રહેલા લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઈજાગ્રસ્તોને ઉભા...
07:45 PM Jun 15, 2024 IST | Hardik Shah
Nagpur KDK College Chowk Accident

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં એક ઝડપી કારે રોડ કિનારે (Roadside) ઉભા રહેલા લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઈજાગ્રસ્તોને ઉભા કર્યા હતા. અને તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ (admitted to the hospital) કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માત (Road Accident) ની ઘટનાઓ વધી છે. રોડ પર જ નહીં હવે તો કિનારે ઉભા રહેવું પણ જોખમી બન્યું છે. શું છે સમગ્ર ઘટના આવો જાણીએ આ આર્ટિકલમાં...

વધુ એક હિટ એન્ડ રન

મહારાષ્ટ્રની પેટા રાજધાનીમાં 'હિટ એન્ડ રન'નો સિલસિલો ચાલુ છે. નાગપુરના નંદનવન પોલીસ સ્ટેશન હેઠળના વેંકટેનનગર ચોકમાં એક સગીર કાર ચાલકે રોડ કિનારે ઉભા રહેલા લોકોને ઉડાવી દીધા હતા. જે પછી ત્યા હંગામો મચી ગયો હતો. જેના કારણે ત્રણ ફળ-શાકભાજી વિક્રેતા સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે એક ઝાડ સાથે અથડાયા પછી આ કાર અટકી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટના શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે બની હતી. ઈજાગ્રસ્તોની ઓળખ મહેન્દ્ર અગ્રવાલ, વંદના અગ્રવાલ, શાકભાજી વિક્રેતા બસંતી ગોંડ, ગોલુ સાહુ અને કાર્તિક તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના ત્યા સ્થિત એક CCTV માં કેદ થઇ ગઇ હતી. મામલો નાગપુરની કેડીકે કોલેજ પાસેનો છે. અકસ્માત બાદ ત્યા હાજર લોકોએ કાર ચાલકને ખરાબ રીતે માર્યો હતો. આ સમગ્ર વીડિયોમાં જોવા મળી રહ્યું છે. તાજા માહિતી અનુસાર, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

કેવી રીતે થયો અકસ્માત?

ઘટનાની માહિતી મળતાં ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયકાંત સાગર અને વાઠોડા, નંદનવન અને સક્કરદરા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે સગીર ચાલકને નાગરિકોની ચુંગાલમાંથી છોડાવીને કસ્ટડીમાં લીધો હતો. આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઈવર દારૂના નશામાં હતો કે કેમ તે જાણવા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ નાગપુરના નંદનવન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, કાર ચાલક ભાજપના કાર્યકરનો પુત્ર હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો. નંદનવન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Uttarakhand : અલકનંદા નદીમાં પેસેન્જર વાહન ખાબકતાં 16 તણાયા

આ પણ વાંચો - સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ, 6 લોકોના મોત, 1200 પ્રવાસીઓ ફસાયા

Tags :
Accidentaccident newscarCar AccidentCar Accident NewsGujarat Firsthit and runKDK College ChowkMaharashtramaharashtra newsNagpurnagpur accidentNagpur newsroad accidentroad accident newsroadsideRoadside Accident
Next Article