Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Space Force: હવે... ભારત પણ પોતાનું સ્પેસ ફોર્સ બનાવશે, એરફોર્સે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાઈ

ભારતની સ્પેસ ક્ષેત્રે અનોખી સિદ્ધી પ્રાપ્ત કરશે અંતરિક્ષ ક્ષેત્રે સતત સફળતા હાંસિલ કરતું ભારત વધુ એક કદમ આગળ વધારવા જઈ રહ્યું છે. ભારતે અંતરિક્ષની સાથે-સાથે આકાશમાં પણ સિદ્ધી હાંસિલ કરવાનું નક્કી કર્યું છે. તેના અંતર્ગત ભારત ગગનમાં સ્પેસ ફોર્સ બનાવવા...
indian space force  હવે    ભારત પણ પોતાનું સ્પેસ ફોર્સ બનાવશે  એરફોર્સે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાઈ

ભારતની સ્પેસ ક્ષેત્રે અનોખી સિદ્ધી પ્રાપ્ત કરશે

Advertisement

અંતરિક્ષ ક્ષેત્રે સતત સફળતા હાંસિલ કરતું ભારત વધુ એક કદમ આગળ વધારવા જઈ રહ્યું છે. ભારતે અંતરિક્ષની સાથે-સાથે આકાશમાં પણ સિદ્ધી હાંસિલ કરવાનું નક્કી કર્યું છે. તેના અંતર્ગત ભારત ગગનમાં સ્પેસ ફોર્સ બનાવવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેના (IAF) એ પણ આ મામલે ચીનને ટક્કર આપવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. તેના હેઠળ ભારતીય વાયુસેના નાગરિક અને લશ્કરી પાસાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી રહી છે. આ સાથે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈદ્ધાંતિક માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ભારતીય વાયુસેના ટૂંક સમયમાં નવા નામ સાથે સામે આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એજન્સીના સહયોગથી એરફોર્સ તેના કર્મચારીઓને અવકાશની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા પાયા પર તાલીમ પણ આપશે. આ અંતર્ગત હૈદરાબાદમાં સ્પેસ વોર ટ્રેનિંગ કમાન્ડની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંસ્થા હેઠળ અવકાશ કાયદાની તાલીમ માટે અલગ કોલેજ પણ બનાવવામાં આવશે. આ કોલેજમાં આંતરરાષ્ટ્રીય અવકાશ કાયદામાં નિપુણ વ્યાવસાયિક દળોને તૈયાર કરશે.

Advertisement

ISRO અને DRDO મુખ્ય ભૂમિકા ભજવશે

સ્પેસ ફોર્સ બનવા માટે એરફોર્સ સ્પેસ સેટેલાઇટનો મોટો કાફલો તૈયાર કરવા જઈ રહી છે. ભારતીય વાયુસેના આગામી 7 થી 8 વર્ષમાં ખાનગી ક્ષેત્રની મદદથી ભારતમાં 100 થી વધુ મોટા અને નાના લશ્કરી ઉપગ્રહો સ્થાપિત કરવા માંગે છે. આ ઉપરગ્રહનો ઉપયોગ કોમ્યુનિકેશન, હવામાનની આગાહી, નેવિગેશન, રિયલ ટાઈમ સર્વેલન્સ જેવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર યોજનમાં ISRO અને DRDO મુખ્ય ભૂમિકા ભજવશે.
આ ભારતના અવકાશના લશ્કરીકરણની શરૂઆત છે. ભવિષ્યની લડાઈઓ જમીન, સમુદ્ર, આકાશ તેમજ સાયબર અને સ્પેસ ફિલ્ડમાં લડવામાં આવશે. ભારત હવે સુરક્ષા માટે અંતરિક્ષમાં તેના રક્ષણાત્મક અને આક્રમક દળોને વધારવા પર કામ કરી રહ્યું છે. તે ઉપરાંત એરોસ્પેસ સંબંધિત ખાનગી કંપનીઓને પણ સામેલ કરવાનો પ્રસ્તાવ છે.

Advertisement

'એસ્ટ્રોનોટ સોલ્જર' ની શરૂઆત અને વ્યાખ્યા

સ્પેસ ફોર્સને 'એસ્ટ્રોનોટ સોલ્જર' તરીકે ગણી શકાય. એટલે કે... એવા સૈનિકો તૈયાર કરવા કે જે ગગનમાં લડાઈ લડી શકે. આ ફોર્સ થોડી અલગ છે કારણ કે આ લડવૈયાઓ અવકાશમાં તૈનાત કરવામાં આવશે નહીં પરંતુ તેમના ઉપગ્રહો અને અન્ય અવકાશ વાહનોની સુરક્ષા માટે કામ કરશે.

વર્ષ 2015માં ચીને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સની રચના કરી હતી જે સ્પેસ, સાયબર અને ઈલેક્ટ્રોનિક વર્લ્ડ સંબંધિત યુદ્ધ મિશનમાં સામેલ છે. તેવી જ રીતે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2019માં આવી ફોર્સ બનાવવાની વાત કરી હતી અને તે 10 મહિનામાં તૈયાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: આપ નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો

Tags :
Advertisement

.