Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિરુપતી મંદિરમાં હવે નવો વિવાદ, પ્રસાદમાં તમાકુ હોવાનો કરાયો દાવો!

તિરુપતી મંદિરમાં લડ્ડુ વિવાદ લડ્ડુમાં તમાકુ મળી આવ્યું હોવાનો દાવો ભક્તોની આસ્થા સાથે રમત દેશમાં અત્યારે તિરુપતી મંદિર (Tirupati Temple) ખૂબ ચર્ચામાં આવ્યું છે. જેની પાછળનું કારણ અહીં મંદિરના પ્રસાદ (Prasad) માં કથિત રીતે પ્રાણીની ચરબી હોવાનો વિવાદ છે....
તિરુપતી મંદિરમાં હવે નવો વિવાદ  પ્રસાદમાં તમાકુ હોવાનો કરાયો દાવો
  • તિરુપતી મંદિરમાં લડ્ડુ વિવાદ
  • લડ્ડુમાં તમાકુ મળી આવ્યું હોવાનો દાવો
  • ભક્તોની આસ્થા સાથે રમત

દેશમાં અત્યારે તિરુપતી મંદિર (Tirupati Temple) ખૂબ ચર્ચામાં આવ્યું છે. જેની પાછળનું કારણ અહીં મંદિરના પ્રસાદ (Prasad) માં કથિત રીતે પ્રાણીની ચરબી હોવાનો વિવાદ છે. જોકે, આ વિવાદ હજુ શાંત પણ થયો નથી અને એક નવો વિવાદ જન્મ લઇ રહ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તિરુપતી મંદિર (Tirupati Temple) ના પ્રસાદમાં તમાકું મળી આવ્યું હોવાનો દાવો થઇ રહ્યો છે. શું છે સમગ્ર સમાચાર, આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

પ્રસાદમાં તમાકુનો દાવો

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદમ (લાડુ)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ભક્તના દાવાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેલંગણાના ખમ્મમ જિલ્લાની એક મહિલા ભક્તે દાવો કર્યો છે કે તેણીએ તિરુપતિ મંદિરમાંથી ઘરે લાવેલા પ્રસાદમાં કાગળમાં લપેટી તમાકુના પાંદડા મળી આવ્યા છે. મહિલા તેના પડોશીઓને વહેંચવા માટે મંદિરમાંથી પ્રસાદ લઈને આવી હતી. જો કે મંદિર પ્રબંધન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

મહિલા ભક્તે શું કહ્યું?

ગોલ્લાગુડેમ પંચાયતના કાર્તિકેય ટાઉનશીપની રહેવાસી ડોન્થુ પદ્માવતીએ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરની મુલાકાત લીધા બાદ તેને લાડુમાં તમાકુ જોવા મળ્યું હતું. તેણીએ જણાવ્યું કે તે તિરુપતિના દૈવી આશીર્વાદના પ્રતિક તરીકે તેના પરિવાર અને પડોશીઓ સાથે વહેંચવા માટે તિરુપતિ લાડુ લાવી હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે લાડુ ખોલ્યા તો તેણે કાગળમાં લપેટેલું તમાકુ જોયું હતું. તેમણે કહ્યું કે, પ્રસાદને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તે દુઃખદ છે.

Advertisement

લાડુમાં ચરબીનો મામલો SC માં

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના કથિત ઉપયોગની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની વિનંતી કરી છે. સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમની અરજી વિશે પણ પોસ્ટ કર્યું છે. તેમણે પોસ્ટમાં લખ્યું, 'આજે મેં PIL દાખલ કરીને સુપ્રીમ કોર્ટને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોની તપાસના નિર્દેશ આપવાની માંગ કરી છે. નાયડુએ આરોપ લગાવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીઓના માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં ગભરાટ ફેલાયો છે.

Advertisement

આ પણ વાંચો:  Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ

Tags :
Advertisement

.