Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી દિલ્હી સ્ટેશન પરથી નહી ચાલે એક પણ ટ્રેન! 300 ટ્રેનને શિફ્ટ કરવાની કામગીરી શરૂ થશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની તરફથી વર્ષ 2023 ના બજેટમાં નવી દિલ્હી રેલવે સ્ટેશનના (New Delhi Railway Station) પુનર્વિકાસની (Redevelopment) જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજી સુધી તેનું ટેન્ડર થઇ શક્યું નથી. જેનું મોટુ કારણ છે, અહીંથી ચાલનારી 300...
નવી દિલ્હી સ્ટેશન પરથી નહી ચાલે એક પણ ટ્રેન  300 ટ્રેનને શિફ્ટ કરવાની કામગીરી શરૂ થશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની તરફથી વર્ષ 2023 ના બજેટમાં નવી દિલ્હી રેલવે સ્ટેશનના (New Delhi Railway Station) પુનર્વિકાસની (Redevelopment) જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજી સુધી તેનું ટેન્ડર થઇ શક્યું નથી. જેનું મોટુ કારણ છે, અહીંથી ચાલનારી 300 થી વધારે રેલગાડી. સ્ટેશનનો પુનર્વિકાસ કરતા પહેલા રેલગાડીઓને બીજા સ્ટેશન પર સ્થાનાંતરિક કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

Advertisement

ચૂંટણી બાદ ટેન્ડરની કામગીરી હાથ ધરાશે

રેલવે સુત્રોનું કહેવું છે કે, ચૂંટણી બાદ ટેંડરમાં ઝડપ આવશે અને આગામી છ મહિનાની અંદર અહીં નિર્માણ કાર્ય શરૂ થવાની શક્યતા છે. અહીંથી રોજ 300 રેલગાડીઓ ચાલે છે. હાલના સમયે આ રેલગાડીઓના સંચાલનને અટકાવવાથી લાખો યાત્રીઓને પરેશાની થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ રેલગાડીઓને આનંદવિહાર, નિઝામુદ્દીન, શાહદરા, દિલ્હી કેંટ, સરાય રોહિલ્લા અને ગાઝિયાબાદ ખાતે શિફ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રોજિંદી રીતે 6 લાખ યાત્રીઓ કરે છે મુસાફરી

નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રોજિંદી રીતે લગભગ 300 યાત્રીઓથી 6 લાખ યાત્રી મુસાફરી કરે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવી દિલ્હી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ થવામાં ચાર વર્ષ કરતા પણ ઓછો સમય લાગી શકે છે. વર્ષ 2024 ના અંતે અહીં નિર્માણ કાર્ય શરૂ થવાી સંભાવના છે. બીજી તરફ વર્ષ 2028 ના અંત અથવા તો 2029 ની શરૂઆતમાં આ વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે.

Advertisement

અનેક તબક્કામાં કાર્ય કરવું મુશ્કેલ

સુત્રોએ જણાવ્યું કે, પહેલા ત્રણ કે ચાર તબક્કામાં સ્ટેશનના પુનર્વિકાસની યોજના હતી. જો કે અધિકારીઓને તે શક્ય લાગ્યું નહોતું. બીજી તરફ આ જ કારણ છે કે આ સ્ટેશનમાં અલગ અલગ તબક્કાનું સ્થાન એક સાથે બનાવવાની યોજના પર કામ ચાલુ રહ્યું છે. આ વર્ષના અંત સુધી કામ પૂર્ણ થવાની આશંકા છે. જો કે તેના માટે મોટી રૂપરેખા બનાવવાની સાથે સાથે કામ પણ કરવું પડશે.

ક્યાંની ટ્રેન ક્યાંથી મળશે

- પૂર્વ દિશા તરફ જનારી તમામ ગાડીઓ આનંદ વિહારથી સંચાલિત થશે.
- પંજાબ, હરિયાણા જનારી ગાડીઓ સરાય રોહિલ્લા શિફ્ટ કરવામાં આવી શકે છે.
- રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જનારી ગાડીઓ દિલ્હી કેંટ અને નિઝામુદ્દીનથી સંચાલિત કરવામાં આવશે.
- કેટલીક રેલગાડીઓ ગાઝિયાબાદથી પણ સંચાલિત કરવા અંગે વિચારણા ચાલી રહી છે.

Advertisement

Tags :
Advertisement

.