ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે SOCIAL MEDIA ઉપર મહિલાઓ વિશે બીભત્સ ટિપ્પણી કરનારની ખેર નહીં!

આજના સમયમાં, સોશ્યલ મીડિયા અભિવ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. લોકો રાજનીતિથી લઈને રમત સુધી દરેક વિષયની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર કરતાં હોય છે. આજકાલ યુવાનો અને અન્ય લોકો તેમના વિચારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Instagram, Twitter...
12:04 PM Aug 25, 2024 IST | Harsh Bhatt

આજના સમયમાં, સોશ્યલ મીડિયા અભિવ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. લોકો રાજનીતિથી લઈને રમત સુધી દરેક વિષયની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર કરતાં હોય છે. આજકાલ યુવાનો અને અન્ય લોકો તેમના વિચારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Instagram, Twitter અને Facebook પર વ્યક્ત કરે છે. પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ ખોટા કામો માટે પણ થતો હોય છે, જેમ કે મહિલાઓ વિશે અશ્લીલ ટિપ્પણીઓ લખવી. સોશિયલ મીડિયા ઉપર અભિવ્યક્તિના નામે લોકો ગંદકી ફેલાવતા હોય છે. પરંતુ હવે જો કોઈ પણ સ્ત્રી ઉપર ખરાબ કે અયોગ્ય કોમેન્ટ કરવામાં આવશે અને તેનાથી સ્ત્રીની ગરિમાને હાનિ પહોંચશે તો તેની ખેર નહીં. હવે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ મહિલા વિશે ખરાબ વાત લખતા 10 દિવસ વિચારજો નહીં તો થશે આ સમસ્યા, વાંચો શું છે સમગ્ર બાબત.

હવે SOCIAL MEDIA પર બીભત્સ ટિપ્પણી કરી તો ખેર નહીં

હવે જો SOCIAL MEDIA પર કોઈ મહિલા ઉપર બીભત્સ ટિપ્પણી કરવામાં આવે તો તેને IPC (ભારતીય દંડ સંહિતા)ની કલમ 509 હેઠળ સજા થઈ શકે છે. 21 ઓગસ્ટે બોમ્બે હાઈકોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જસ્ટિસ એએસ ગડકરી અને નીલા ગોખલેએ જણાવ્યું કે "સોશિયલ મીડિયા પર મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડતી ટીપ્પણીઓ IPCની કલમ 509 હેઠળ ગુનો છે."

IPC કલમ 509 શું કહે છે?

IPCની કલમ 509 મહિલાઓના અપમાન અથવા તેમની સાથે ઘૃણાત્મક વર્તન અંગે છે. આ કલમ હેઠળ, કોઈ પણ વ્યક્તિ અશ્લીલ ટિપ્પણીઓ, ચેષ્ટા, અવાજ અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા મહિલાને અપમાનિત કરે છે, તો તે ગુનામાં દોષિત માનવામાં આવી શકે છે. આ પ્રકારના ગુનાઓ માટે, વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા મળી શકે છે અને દંડ પણ થઈ શકે છે. વધુમાં IPCની કલમ 509 હેઠળ જો કોઈ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવે છે, તો પોલીસ તરત જ તેની ધરપકડ કરી શકે છે. જોકે, આ કાયદા હેઠળ સજા આપવામાં આવી શકે છે, પરંતુ જામીન મેળવવું સરળ છે. મહિલાને સમાધાન કરી શકે છે અને તેને કેસ પાછો ખેંચવા માટે સમજાવી શકે છે. મહિલાની ભલામણ પછી, વ્યક્તિને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મહિલાઓની મર્યાદા અને સન્માન જાળવવું દરેકની જવાબદારી છે. IPCની કલમ 509 ને ધ્યાનમાં રાખીને, અમે આટલું કહી શકાય છે કે કોઈપણ અશ્લીલ ટિપ્પણીઓ કે કાર્યવાહીનો સામનો કાયદા દ્વારા થાય છે અને એવી સ્થિતિમાં લાગુ કરી શકાય છે.

આ પણ વાંચો : શું PM MODI જશે પાકિસ્તાન? શાહબાજ શરીફએ આપ્યું છે ખાસ આમંત્રણ

Tags :
ABUSIVE COMMENTBAD COMMENTSBombay High CourtInstagramIPC 509Social Media
Next Article