Rahul Gandhi ના નિવેદનને લઈને નિર્મલા સીતારમણને કેમ આવ્યું હસવું, જુઓ Video
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આજે કેન્દ્રીય બજેટ 2024 ને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, ચક્રવ્યૂહમાં ફસાયા બાદ અભિમન્યુની હત્યા થયાની ઘટનાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, અભિમન્યુ સાથે જે કરવામાં આવ્યું તે જ ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. સાથે જ, તેમને બજેટ હલવા સમારોહમાં કંઇક આવું કહ્યું, જે સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણ હસવા લાગ્યા અને હસતાં હસતાં તેમણે પોતાના બંને હાથ કપાળ પર રાખ્યા.
રાહુલે હલવા સમારોહની તસવીર બતાવવાનું શરુ કર્યું તો...
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ લોકસભામાં હલવા સમારોહની તસવીર બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ના પાડી દીધી હતી. આના પર વિપક્ષના નેતાએ કહ્યું કે, "હું ચિત્ર બતાવીને સમજાવવા માંગું છું કે બજેટની ખીર વહેચાઈ રહી છે અને આ તસવીરમાં એક પણ OBC અધિકારી નથી." એક આદિવાસી અધિકારીઅને દલિત અધિકારી પણ દેખાતા નથી. શું થયું રહ્યું છે? દેશની ખીરનું વિભાજન થઇ રહ્યું છે અને તેમાં માત્ર તે લોકો જ નથી.
જુઓ વિડિયો-
#WATCH | In Lok Sabha, LoP Rahul Gandhi shows a poster of the traditional Halwa ceremony, held at the Ministry of Finance before the Budget session.
He says, "Budget ka halwa' is being distributed in this photo. I can't see one OBC or tribal or a Dalit officer in this. Desh ka… pic.twitter.com/BiFRB0VTk3
— ANI (@ANI) July 29, 2024
નિર્મલા સીતારમણે તેના કપાળ પર હાથ મૂક્યો...
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આટલું બોલતાની સાથે જ નાણામંત્રી સીતારમણે હસીને પોતાના બંને હાથ કપાળ પર મૂક્યા. આ દરમિયાન હંગામો થયો હતો. જો કે, હોબાળા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેણે કહ્યું, "સાહેબ, તમે હલવો ખાઓ છો અને બીજા લોકોને હલવો નથી મળતો. અમને જાણવા મળ્યું છે કે 20 અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું છે. જો તમે લોકોને નામ જોઈતા હોય તો હું તમને આ અધિકારીઓના નામ પણ આપી શકું છું. તેણે આગળ કહ્યું, "આનો અર્થ એ છે કે 20 અધિકારીઓએ બજેટ બનાવ્યું છે. મતલબ કે 20 લોકોએ ભારતનો હલવો વહેંચ્યો છે.
આ પણ વાંચો : Delhi High Court : બાબા રામદેવને મોટો ઝટકો, 'કોરોનિલને લગતા તમામ દાવા પાછા ખેંચો...'
આ પણ વાંચો : Jammu and Kashmir Explosion : બારામૂલા જિલ્લાના સોપોરમાં ભયાનક વિસ્ફોટ, 4 લોકોના મોત...
આ પણ વાંચો : Rahul Gandhi : "21મી સદીમાં દેશ ચક્રવ્યૂહમાં ફસાઇ ગયો છે"