Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોગામેડી હત્યા કેસમાં NIA આવી એક્શનમાં, જાણો કેસની અપડેટ

NIA CASE UPDATE : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી ની 5 ડિસેમ્બર 2023 ના રોજ તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી, તેમની હત્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ આખા રાજસ્થાનમાં શૂરું કરવામાં આવ્યા હતા. તેમની...
ગોગામેડી હત્યા કેસમાં nia આવી એક્શનમાં  જાણો કેસની અપડેટ

NIA CASE UPDATE : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી ની 5 ડિસેમ્બર 2023 ના રોજ તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી, તેમની હત્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ આખા રાજસ્થાનમાં શૂરું કરવામાં આવ્યા હતા. તેમની હત્યા બાદથી જ પ્રસાશન સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનાર લોકોને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ કેસમાં હાલ નવો ખુલાસો સામે આવ્યો છે.

Advertisement

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ કાર્યવાહીમાં છે.

GOGAMEDI CASE ( NIA UPDATE )

GOGAMEDI CASE ( NIA UPDATE )

Advertisement

NIA એ પાડયા ઝેરલી ગામમાં દરોડા

National Investigation Agency ની ટીમે બુધવારે રાજસ્થાનના પિલાનીના ઝેરલી ગામમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અશોક મેઘવાલ નામના વ્યક્તિની જેરલી ગામમાંથી અટકાયત કરવામાં આવી છે. આ ટીમે મેઘવાલના પાસેથી હથિયારો પણ કબજે કર્યા છે.

NIA આવી એક્શનમાં 

આ  દરોડો ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યો હતો, પ્રાપ્ત થતી માહિતી મુજાબ આ દરોડો 10 કલાક સુધી ચાલ્યો હતો. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે ઝરેલી ગામમાંથી પકડાયેલો અશોક મેઘવાલ ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે સંપર્કમાં હતો. તે જ શૂટરોને હથિયારો પૂરા પાડતો હતો.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે, National Investigation Agency ની ટીમને આ હત્યામાં સામેલ હથિયારોની સપ્લાય અંગે મહત્વની સુરાગ મળી છે. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે ડિસેમ્બર 2023માં થયેલા ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપી હતી. પોલીસ ટીમ આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે.

 અગાઉ 31 સ્થળો પર દરોડા પડાયા હતા 

આ પૂછપરછના આધારે NIA ની ટીમે હવે આ હત્યા કેસમાં સતત દરોડા પાડ્યા છે. આ અંતર્ગત બુધવારે હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે આ દરમિયાન NIAની ટીમને ઘણી મહત્વની સુરાગ મળી છે.

અગાઉ પણ રોહિતે ગોગામેડીને હત્યાની ધમકી આપી હતી

અગાઉ રોહિતે ગોગામેડીને હત્યાની ધમકી પણ આપી હતી. આ પછી તેણે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી દ્વારા કરણી સેના પ્રમુખની હત્યા કરાવી. આ કેસમાં બંને શૂટરોની ધરપકડ થઈ ચૂકી છે. રોહિત ગોદરાએ એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે આ હત્યા પાછળનો હેતુ તેના કામમાં દખલ છે.

આ પણ વાંચો -- GSSSB Recruitment: GSSSB એ ભરતી સાથે આપ્યો યુવાનોને ઝટકો

Tags :
Advertisement

.