MCD ગૃહ કેમ બન્યું છે અખાડો? 80 દિવસ વિત્યા છતાં કોઈ કાર્યવાહી નહી, જાણો A to Z
MCD ચૂંટણીનું પરિણામ આવ્યાના 80 દિવસ વિતી ગયા છે પણ હજુ સુધી કોર્પોરેશનનું કામકાજ શરૂ થઈ શક્યું નથી. કોર્પોરેશનમાં નીતિ ઘડતરની જવાબદારી 6 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટિની હોય છે જેની ચૂંટણી 27મી ફેબ્રુઆરી સુધી સ્થગિત થઈ છે. ચૂંટણી આવ્યા બાદ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી યોજવા માટે 6 બેઠકો થઈ ચુકી છે.50 દિવસ, 5 બેઠક, પરિણામ શૂન્યછેલ્લા 50 દિવસોની વાત àª
MCD ચૂંટણીનું પરિણામ આવ્યાના 80 દિવસ વિતી ગયા છે પણ હજુ સુધી કોર્પોરેશનનું કામકાજ શરૂ થઈ શક્યું નથી. કોર્પોરેશનમાં નીતિ ઘડતરની જવાબદારી 6 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટિની હોય છે જેની ચૂંટણી 27મી ફેબ્રુઆરી સુધી સ્થગિત થઈ છે. ચૂંટણી આવ્યા બાદ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી યોજવા માટે 6 બેઠકો થઈ ચુકી છે.
50 દિવસ, 5 બેઠક, પરિણામ શૂન્ય
છેલ્લા 50 દિવસોની વાત કરવામાં આવે તો 50 દિવસોમાં 5 એવી બેઠકો મળી જેમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા. શુક્રવારે મારામારી દરમિયાન પાર્ષજ અશોક મનુ ગૃહની અંદર જ ગંભીર રીતે ઘાયલ થયાં. જે બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા તો દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે પોલીસન સુરક્ષાની માંગ કરી છે.
કરોડોનું આંધણ છતાં બેઠકો અનિર્ણિત
કોર્પોરેશનની એક બેઠકમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાયે છે ત્યારે બજેટની સમસ્યાનો સામનો કરી રહેલી દિલ્હી કોર્પોરેશનમાં જે રીતે કોર્પોરેટર મારામારી કરે છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે. કરોડોના આંધણ છતાં છેલ્લી બેઠકો અનિર્ણિત રહી છે ત્યારે શા માટે દિલ્હી કોર્પોરેશનનું ગૃહ કુસ્તીનો અખાડો બની ગયું છે તે જાણીએ.
6 જાન્યુઆરી 2023
- મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી માટે પહેલી બેઠક મળી. આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ તરફથી 10 કોર્પોરેટરોને નોમિનેટ કરવા પર હોબાળો થયો. બેઠક આગલા આદેશ સુધી સ્થિગિત કરી દેવામાં આવી.
24 જાન્યુઆરી 2023
- કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજવાની પ્રક્રિયાને લઈને હોબાળો થયો બંને જુથો ટેબલ પર ચઢીને હોબાળો કરવા લાગ્યા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી ટાળીને એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવા માંગે છે.
6 ફેબ્રુઆરી 2023
- મેયરની ચૂંટણી માટે મીટિંગ બોલાવવામાં આવી હતી પણ નોમિનેટ કોર્પોરેટરોના મત આપવાના અધિકારને લઈને હોબાળો થયો, આપના કોર્પોરેટરોએ ચૂંટણી જ થવા દીધી નહી. જે બાદ મામો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
23 ફેબ્રુઆરી 2023
- મેયર ચૂંટણી બાદ સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી માટે બેઠક બોલાવી હતી. મીટિંગની શરૂઆતમાં જ કોર્પોરેટરો હોબાળો કરવા લાગ્યા જે કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.
24 ફેબ્રુઆરી 2023
- સ્ટેડિંગ કમિટિના 6 સભ્યોની ચૂંટણી માટે બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ અને આપના ઉમેદવાર ઉતાર્યા જે બાદ વોટિંગ થઈ. ભાજપનું કહેવું છે કે રિઝલ્ટમાં બંનેમાં 3-3 ઉમેદવારો જીત્યા પણ મેયરે ભાજપમાંથી જીતેલા પંકજનો એક મત અમાન્ય કરી દીધો. અમાન્ય પ્રસ્તાવને કોર્રોરેશનના સચિવે માનવાથી ઈનકાર કરી દીધો અને આની જાણ જેવી જ ભાજપના કોર્પોરેશનને ખબર પડી અને હોબાળો શરૂ થઈ ગયો.
સ્ટેન્ડિંગ કમિટિ શું છે?
દિલ્હી કોર્પોરેશનની મુખ્ય નિર્ણયકર્તા બોડી સ્ટેન્ડિંગ કમિટિ છે. આ કમિટિ કોર્પોરેશનનું કામકાજ, મેનેજમેન્ટ, નવા પ્રોજેક્ટ્સને નાણાંકિય મંજુરી આપવાનું અને નીતિઓ લાગૂ કરે છે. કમિટિમાં કુલ 18 સભ્યો છે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી સીધી જ ગૃહ દ્વારા કરવામાં આવે છે.
MCDનું બજેટ
એક રિપોર્ટ પ્રમાણે દિલ્હી કોર્પોરેશનનું કુલ બજેટ રૂ. 15, 276 કરોડ આસપાસ છે. જેમાં હેલ્થ માટે રૂ. 4153 કરોડ, શિક્ષણ માટે રૂ. 2632.78 કરોડ, સામાન્ય વહીવટ માટે રૂ. 3225.35 કરોડ, લોક નિર્માણ અને સ્ટ્રીટ લાઈટિંગ માટે રૂ. 1732.15 કરોડની જોગવાઈ છે.
મામલો હાઈકોર્ટમાં
દિલ્હી કોર્પોરેશનમાં સતત હોબાળાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને છે. દિલ્હી ભાજપ પ્રવક્તા પ્રવિણશંકર કપુરે અરવિંદ કેજરીવાલ અને તેની પાર્ટીને નિરંકુશ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને નિરંકુશ રીતે વિધાનસભા ચલાવવાની આદત છે. આ જ કામ તે કોર્પોરેશનમાં કરવા માંગે છે. દિલ્હી નગર નિગમમાં જે રીતે તાંડવ ચાલી રહ્યું છે. એવામાં અમે ઈચ્છીશું કે નગર નિગમને ફરીથી ભંગ કરી દેવામાં આવે. જ્યારે ભાજપ કોર્પોરેટર શરદ કપુરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેને રદ્દ કરવાની માંગ કરી છે.
શા માટે થઈ રહ્યો છે હોબાળો?
- ભાજપ દિલ્હી કોર્પોરેશન પહેલાથી હારી ચુક્યું છે એવામાં જો સ્ટેન્ડિંગ કમિટિમાં તેમના 3 સભ્યો જીતી નહી શકે તો કોર્પોરેશનમાં તેનો પાવર હંમેશા માટે ચાલ્યો જશે. દિલ્હીમાં લોકો સાથે જોડાયેલા મોટા ભાગના કામ કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવે છે. એવામાં ભાજપ અહીં સત્તા વિહોણી થાય તે તેના માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. આ કારણે જ ભાજપ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની ચૂંટણીમાં હોબાળો કરી રહી છે. ભાજપનો આક્ષેપ છે કે, AAP નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવાને બદલે જાણી જોઈને અમને હરાવી રહી છે.
- દિલ્હી વિધાનસભા બાદ આમ આદમી પાર્ટી હવે એમસીડીમાં સત્તામાં આવી ચુકી છે. સંપૂર્ણ પાવર નહી મળવાને લીધે દિલ્હીના મુખ્યમંત્રી હોવા છતાં અરવિંદ કેજરીવાલ અનેક નિર્ણયો લઈ શકતા નથી. ગત દિવસોમાં અનેક યોજનાઓને તેમણે પરત લેવી પડી છે. એવામાં AAP નથી ઈચ્છતી કે દિલ્હી કોર્પોરેશનમાં પણ તેની સત્તા ઓછી થઈ જાય જેનાથી યોજના લાગૂ કરવામાં કોઈ મુશ્કેલી આવે. આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક વચનો આપ્યા છે.
- દિલ્હીમાં લોકસભાની કુલ 7 સીટો છે જેના પર ભાજપનો કબ્જો છે. આમ આદમી પાર્ટીનું ફોકસ દિલ્હીની સરકાર અને કોર્પોરેશન બાદ લોકસભાની સીટો પર છે. AAPના પ્રયાસ રહેશે કે કોર્પોરેશનમાં મજબૂતી મેળવીને લોકસભામાં આ સિટો મેળવે. ભાજપ પણ આ લડતમાં નબળી પડવા માંગતી નથી. પાર્ટી 2014 અને 2019માં સાત સીટો પર એકબાજુ જીત નોંધાવી હતી એવામાં પાર્ટી 2024માં એક સીટ પણ હારવા નથી માંગત આ જ કારણે કોર્પોરેશનના માધ્યમથી બંને શક્તિ પ્રદર્શન કરી રહી છે.
MCDનું પરિણામ
દિલ્હીમાં અગાઉ 3 કોર્પોરેશન હતા પરંતુ ગત વર્ષે જ તેના બંધારણમાં ફેરફાર કરી એક કરી દેવામાં આવ્યું. દિલ્હી કોર્પોરેશનનું પરિણામ 7 ડિસેમ્બરે આવ્યું હતું. દિલ્હી ચૂંટણીપંચ પ્રમાણે 250 સીટોવાળી કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીને 134 સીટો મળી છે. જે બહૂમતિથી 8 સીટો વધુ છે. લાંબા અરસા સુધી દિલ્હી કોર્પોરેશન પર કબ્જો જમાવેલા ભાજપની 104 સીટો પર જીત મળી શકી. કોગ્રેસના 9 અને 3 સીટો પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement