Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીસમ્મેદ શીખરજી માટે જૈન સમુદાય મેદાને... જાણો શું છે વિવાદ અને શીખરજીનું શું છે ધાર્મિક મહત્વ

ઝારખંડમાં આવેલા પવિત્ર જૈન તિર્થ સ્થળ શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ જાહેર કરી દેવામાં આવતા સમગ્ર ભારતનો જૈન સમુદાય આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા શ્રી સમ્મેદ શિખરજીને પાર્શ્વનાથ પર્વત પણ કહેવામાં આવે છે. જૈન ધર્મની માન્યતા અનુસાર અહીં 24માંથી 20 જૈન તિર્થીંકરો અને ભિક્ષુકોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.જૈન સમાજની આàª
શ્રીસમ્મેદ શીખરજી માટે જૈન સમુદાય મેદાને    જાણો શું છે વિવાદ અને શીખરજીનું શું છે ધાર્મિક મહત્વ
ઝારખંડમાં આવેલા પવિત્ર જૈન તિર્થ સ્થળ શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ જાહેર કરી દેવામાં આવતા સમગ્ર ભારતનો જૈન સમુદાય આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા શ્રી સમ્મેદ શિખરજીને પાર્શ્વનાથ પર્વત પણ કહેવામાં આવે છે. જૈન ધર્મની માન્યતા અનુસાર અહીં 24માંથી 20 જૈન તિર્થીંકરો અને ભિક્ષુકોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
જૈન સમાજની આસ્થા
શ્રી સમ્મેદ શિખરજી જૈન સમાજનું પવિત્ર તિર્થ સ્થળ છે. અહીંનું કણ કણ અત્યંત પવિત્ર છે. જૈન સમુદાય સમ્મેદ શિખરજીના દર્શન કરે છે અને 27 કિમીના વિસ્તારમાં ફેલાયેલા મંદિરમાં પુજાપાઠ કરીને જ ભોજન કરે છે. અહીં કોઈ પણ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિ આ પ્રવિત્ર સ્થળની પવિત્રતા અને જૈન સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે.
કેન્દ્ર સરકારે ઈકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યું હતું
ફેબ્રુઆરી 2018માં તત્કાલિન ઝારખંડ સરકારે આ વિસ્તારને ઈકો સેન્સેટિંવ ઝોન જાહેર કરવાની ભલામણ કરતા કેન્દ્ર સરકારે વર્ષ 2019માં શ્રી સમ્મેદ શીખરજીને ઈકો સેન્સેટિવ ઝોન એટલે કે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ જાહેર કર્યું હતું. જૈન સમુદાયના લોકોનું કહેવું છે કે આ વિસ્તાર તેમના માટે હિમાલય જેવું જ પવિત્ર સ્થળ છે. વિસ્તારના પર્યાવરણ સંરક્ષણ માટે ગેરકાયદે ખનન અને વૃક્ષોને કપાતા અટકાવવા જોઈએ. આ પર્વતના સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ પગલાં ભરવા જોઈએ.
વિવાદનું કારણ
કેન્દ્ર સરકાર તરફથી આ વિસ્તારને ઈકો સેન્સેટિવ ઝોન જાહેર કરી દીધાં બાદ ઝારખંડ સરકાર  એક સંકલ્પ જાહેર કરીને તેને પર્યટન સ્થળ જાહેર કરી દીધુ. ઝારખંડ સરકારે જિલ્લા વહીવટીતંત્રની ભલામણ પર આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ જૈન સમુદાય નારાજ થયો અને વિવાદ ત્યારે વકર્યો જ્યારે આ વિસ્તારમાં થોડાં દિવસો પહેલા દારૂ પી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જૈન સમુદાયના લોકોનું કહેવું છે કે, રાજ્ય સરકારે આ વિસ્તારને પર્યટન સ્થળ જાહેર કરી દીધાં બાદથી ધર્મમાં આસ્થા નહી રાખનારા અને માસ મદિરાપાન કરનારાઓની સંખ્યા અહીં વધી છે. ઝારખંડ સરકારે આ સ્થળને ઈકો સ્પોટ જાહેર કરી તેને પિકનિક સ્પોટ બનાવી દીધું છે જેનાથી શ્રદ્ધાળુંઓને ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દિલ્હી, કર્ણાટક, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત દેશભરમાં જૈ સમુદાયો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ઝારખંડ સરકાર પોતાનો નિર્ણય પર ખેંચે તેવી માંગ જૈન સમુદાય દ્વારા કરવામાં આવી રહી છે. 
દિલ્હીમાં પ્રદર્શન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જૈન સમાજનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે ઝારખંડ સરકારે આ નિર્ણય કરીને જૈન સમાજની લાગણી દુભાવી છે. ઝારખંડ સરકારના આ નિર્ણયથી તીર્થસ્થળને નુંકસાન થશે. ઝારખંડ સરકારે આ નિર્ણય પરત ખેંચવો જોઈએ.
પાલિતાણાની ઘટના સામે પણ રોષ
જ્યારે બીજી તરફ પાલિતાણામાં શ્રી શત્રુંજય મહાતીર્થમાં ભગવાન આદિનાથના પગલાંને નુકસાન મુદ્દે જૈન સમાજમાં રોષ છે અને તેના માટે આજે અમદાવાદમાં જૈન સમાજની વિશાળ રેલી નિકળી હતી. તે સિવાય ગુજરાતના દરેક જિલ્લાઓમાં પણ જૈન સમાજે આ બાબતે રજુઆતો કરી રોષ ઠાલવ્યો હતો. તો મુંબઈમાં પણ આ મુદ્દે જૈન સમાજે મેદાન આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.