Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે દેશ, PMએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દેશવાસીઓ આજે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર દિલ્હી સ્થિત કર્તવ્યપથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 10.30 કલાકે શરૂ થશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસી આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની લશ્કરી ક્ષમતા, સાંસ્કૃતિક વિવિધતા, આત્મનિર્ભરતા, મહિલા સશક્તિકરણ અને નવા ભારતના ઉદયને પ્રદર્શિત કરવામાં આàª
આજે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે દેશ  pmએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
દેશવાસીઓ આજે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર દિલ્હી સ્થિત કર્તવ્યપથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 10.30 કલાકે શરૂ થશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ સીસી આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની લશ્કરી ક્ષમતા, સાંસ્કૃતિક વિવિધતા, આત્મનિર્ભરતા, મહિલા સશક્તિકરણ અને નવા ભારતના ઉદયને પ્રદર્શિત કરવામાં આવશે.
આજે પહેલીવાર કર્તવ્યપથ પર થશે પરેડ
આજનો દિવસ દરેક ભારતીય માટે અલૌકિક-પવિત્ર અને ગર્વનો છે, આ શુભ અવસર પર પહેલીવાર 'કર્તવ્યપથ' પર પરેડ યોજાવા જઈ રહી છે, પહેલા આ સ્થળ રાજપથ તરીકે જાણીતું હતું, આજે આ પથ પર 'તમે' 'ન્યૂ ઈન્ડિયા'ની ઝલક જોવા મળશે અને સાથે જ તમને પરેડમાં દેશની સૈન્ય શક્તિ અને મહિલા શક્તિ પણ જોવા મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રનું કર્તવ્યપથથી નેતૃત્વ કરશે.  
Advertisement

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના
74માં પ્રજાસત્તાક દિવસના ખાસ અવસર પર દેશના વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એકજૂથ થઈને આગળ વધીએ, તે જ કામના છે.

દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ  
દેશમાં વિવિધ સ્થળોએ ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. મુખ્ય સમારોહ દિલ્હીના કર્તવ્યપથ પરથી શરૂ થશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કર્તવ્યપથમાં સલામી મંચ પર ત્રિરંગો ધ્વજ ફરકાવશે અને તેની સાથે જ ભારતના આન બાન અને શાનની પ્રક્રિયા શરૂ થશે.
પરેડ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
આ વખતે દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. પરેડ નિહાળવા માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઊભા પ્લેટફોર્મ પર ખુરશીઓ મૂકવામાં આવી છે જેથી પાછળ બેઠેલા લોકો પણ સરળતાથી પરેડ જોઈ શકે. આ વખતે પરેડ નિહાળવા માટે લગભગ 12 હજાર પાસ અને લગભગ 32 હજાર ઓનલાઈન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.