મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ, સુરત પહોંચેલા ધારાસભ્યોનું આ રહ્યું લિસ્ટ
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના સિનીયર નેતા અને મંત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્યો સાથે ગુજરાતના સુરત પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે અને ધારાસભ્યો ગાયબ થઇ ગયા છે. ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટીંંગ બાદ ભાજપને ફાયદો થયો છે. એકનાથ શિંદેની સાથે સુરત પહોંચેલા નેતાઓમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી તથા શિંદેના પુત્ર પણ સામેલ છે. એક અપક્ષ ધારા
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના સિનીયર નેતા અને મંત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્યો સાથે ગુજરાતના સુરત પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે અને ધારાસભ્યો ગાયબ થઇ ગયા છે. ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટીંંગ બાદ ભાજપને ફાયદો થયો છે.
એકનાથ શિંદેની સાથે સુરત પહોંચેલા નેતાઓમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી તથા શિંદેના પુત્ર પણ સામેલ છે. એક અપક્ષ ધારાસભ્યનું પણ નામ બહાર આવ્યું છે. જે ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે સુરત આવ્યા છે તેમનું આ રહ્યું લિસ્ટ..
એકનાથ શિંદે
અબ્દુલ સત્તાર (મંત્રી)
શંભુરાજ દેસાઇ (મંત્રી)
પ્રકાશ આબિટકર
સંજય રાઠોડ
સંજય રાયમુલકર
સંજય ગાયકવાડ
મહેન્દ્ર દલવી
વિશ્વનાથ ભોઇર
ભારત ગોગવાલે
સંદીપાન ભૂમરે (મંત્રી)
પ્રતાપ સરનાઇક
શાહજી પાટીલ
તાનાજી સાવંત
શાંતારામ મોરે
શ્રીનિવાસ વનગા
સંજય શિરસાટ
અનિલ બાબર
બાલાજી કિનીકર
યામીની જાધવ
કિશોર પાટીલ
ગુલાબરાવ પાટીલ
રમેશ બોરણારે
ઉદયસિંગ રાજપૂત
ઉપરાંત એનસીપીના ધારાસભ્ય માણિકરાવ કોકાટે
આ ઉપરાંત સાંસદ ડો.શ્રીકાંત શિંદે( એકનાથ શિંદેના પુત્ર) અને અપક્ષ ધારાસભ્ય ચન્દ્રકાંત પાટિલનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય ધામાસાણ અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના કેટલાક ઘારાસભ્યો અને એકનાથ શિંદે સાથે અત્યારે સંપર્ક થઇ રહ્યો નથી. મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવાની કોશિશ કરાઇ રહી છે પણ ભાજપે તે યાદ રાખવું જોઇએ કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. રાઉતે કહ્યું કે મને નથી લાગતું કે મહારાષ્ટ્રમાં કોઇ રાજકીય ભૂકંપ આવવાનો છે.
Advertisement