પટનામાં નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારો થયો
બિહારની રાજધાની પટનામાં (Patna) મુખ્યમંત્રી નીતીશ કુમારના (Nitish Kumar) કારકેડની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, જે સમયે હુમલો થયો ત્યારે નીતીશ કુમાર કારકેડમાં નહોતા, માત્ર સુરક્ષાકર્મીઓ જ હતા. મુખ્યમંત્રીના કાફલાની 3 થી 4 ગાડીઓના કાચ તૂટી ગયા છે. જાણકારી પ્રમાણે ગોરીચકના સોહગી ગામ પાસેની આ ઘટના છે. સોહગી ગામ પાસે જ લોકોએ સીમના કારકેડ પર પથ્થરમારો કર્યો.આ કાફલા
Advertisement
બિહારની રાજધાની પટનામાં (Patna) મુખ્યમંત્રી નીતીશ કુમારના (Nitish Kumar) કારકેડની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, જે સમયે હુમલો થયો ત્યારે નીતીશ કુમાર કારકેડમાં નહોતા, માત્ર સુરક્ષાકર્મીઓ જ હતા. મુખ્યમંત્રીના કાફલાની 3 થી 4 ગાડીઓના કાચ તૂટી ગયા છે. જાણકારી પ્રમાણે ગોરીચકના સોહગી ગામ પાસેની આ ઘટના છે. સોહગી ગામ પાસે જ લોકોએ સીમના કારકેડ પર પથ્થરમારો કર્યો.
આ કાફલામાં (Carcade) માત્ર સુરક્ષાકર્મીઓ જ હતા. મળતી વિગતો મુજબ સોમવારે નીતીશ કુમાર ગયા જવાના હતા ત્યાં દુષ્કાળની સ્થિતિ પર બેઠક સાથે સાથે ત્યાં બની રહેલા રબર ડેમનું પણ નિરીક્ષણ કરવાના છે. સીએમ નીતીશ હેલિકોપ્ટર મારફત ગયા જશે પરંતુ તેમના હેલિપેટથી અન્ય સ્થળોએ જવા માટે કારકેડને પટનાથી મોકલવામાં આવી રહ્યો હતો.
સોહગી ગામનો એક યુવક 2-3 દિવસોથી ગૂમ હતો જેનો આજે મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યા બાદ નારાજ લોકો પટના ગયા રોડ પર સોહગી ગામ પાસે મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા અને તેમના પ્રદર્શન દરમિયાન જ કોરકેડની (Carcade) ગાડીઓ ત્યાંથી પસાર થવા લાગી અને ગુસ્સે ભરાયેલા ગામ લોકોએ કાફલા પર પથ્થર મારો શરૂ કરી દીધો. જેનાથી અનેક ગાડીઓના કાચ તૂટી ગયા અને આ પથ્થરમારામાં કેટલાકને ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
Patna | Stones pelted at the convoy of Bihar CM Nitish Kumar; CM was not present in the convoy at the time of the incident. pic.twitter.com/5kNnn7IDlv
— ANI (@ANI) August 21, 2022
Advertisement