Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત ED સમક્ષ થયા હાજર

મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત ED ઓફિસમાં હાજર થયા છે. પાત્રા ચાલ કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. EDના અધિકારીઓ વર્ષા રાઉતની પૂછપરછ કરી રહ્યા છે. ED પાત્રા ચાલ કૌભાંડ કેસમાં, EDએ થોડા દિવસો પહેલા સંજય રાઉતની પૂછપરછ કર્યા પછી તેમની કસ્ટડી મેળવી હતી. EDએ કહ્યું છે કે જે à
સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત ed સમક્ષ થયા હાજર
મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત ED ઓફિસમાં હાજર થયા છે. પાત્રા ચાલ કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. EDના અધિકારીઓ વર્ષા રાઉતની પૂછપરછ કરી રહ્યા છે. 
ED પાત્રા ચાલ કૌભાંડ કેસમાં, EDએ થોડા દિવસો પહેલા સંજય રાઉતની પૂછપરછ કર્યા પછી તેમની કસ્ટડી મેળવી હતી. EDએ કહ્યું છે કે જે કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે તે પાત્રા ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ₹1,000 કરોડનું કૌભાંડ છે.
 એજન્સીએ દાવો કર્યો છે કે રાઉત અને તેમના પરિવારને ₹1.06 કરોડનો લાભ મળ્યો છે. જે અગાઉ 83 લાખથી વધુનો દાવો કરવામાં આવ્યો હતો. 
બીજી તરફ  શિવસેના સાંસદે દાવો કર્યો છે કે તેમને રાજકીય બદલો તરીકે ફસાવવામાં આવી રહ્યા છે. રવિવાર સવારથી તેમની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. તે હાર્ટ પેશન્ટ હોવાનું જણાવતા રાઉતે કહ્યું કે તેમને બહાર જવાની પણ મંજૂરી નથી.
Advertisement
Tags :
Advertisement

.