Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતના ભાઇની સફાઇ, જે 'કેશ' મળી છે તે અયોધ્યા ટૂરની છે

પ્રવર્તન નિર્દેશાલય દ્વારા મનિ લોન્ડ્રીંગના કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરાઇ છે. મુંબઇની પાત્રા ચાલ ઘોટાળા કેસમાં ઇડીએ સંજય રાઉતના ઘેર અંદાજે 9 કલાક સર્ચ ઓપરેશન કર્યું હતું. સંજય રાઉતના ઘેરથી ઇડીને રવિવારે 11.50 લાખ રુપિયા પણ  મળ્યા હતા. રાઉતને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને 6 કલાક પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉતને PMLA એક્ટ મુજબ ધરપક
સંજય રાઉતના ભાઇની સફાઇ  જે  કેશ  મળી છે તે અયોધ્યા ટૂરની છે
પ્રવર્તન નિર્દેશાલય દ્વારા મનિ લોન્ડ્રીંગના કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરાઇ છે. મુંબઇની પાત્રા ચાલ ઘોટાળા કેસમાં ઇડીએ સંજય રાઉતના ઘેર અંદાજે 9 કલાક સર્ચ ઓપરેશન કર્યું હતું. સંજય રાઉતના ઘેરથી ઇડીને રવિવારે 11.50 લાખ રુપિયા પણ  મળ્યા હતા. 
રાઉતને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને 6 કલાક પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉતને PMLA એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ કહ્યું હતું કે તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા. 
સંજય રાઉતના ઘેરથી 11.50 લાખ પણ મળ્યા હતા. સંજય રાઉતના ભાઇ પ્રવિણ રાઉતે દાવો કર્યો કે આ ખોટો કેસ છે, ઇડી પાસે સંજય રાઉતને પાત્રા ચાલ કેસમાં જોડવા માટે કોઇ પૂરાવા નથી. તેમણે કહ્યું કે જે કેશ મળી છે તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસના છે. આ પૈસા પર 'એકનાથ શિંદે અયોધ્યા ટૂર' પણ લખેલું છે. 
સંજય રાઉતને હવે મુંબઇની સ્પેશયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની કસ્ટડીની માગ કરાશે. ઇડીની એક ટીમે રવિવારે મુંબઇના ભાંડુપમાં સંજય રાઉતના ઘેર દરોડો પણ પાડ્યો હતો. ત્યારબાદ ઇડીએ સંજય રાઉતને સમન્સ મોકલ્યું હતું અને ઘરમાંથી 11.50 લાખ કેશ મળ્યા હતા. 
ઇડી ઓફિસમાં જતા પહેલા સંજય રાઉતે કહ્યું કે ઇડી શિવસેના અને મહારાષ્ટ્રને નબળું પાડવાની કોશિશ કરી રહી છે જેથી તેમની સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.