રાહુલ જાડી ચામડીના છે એટલે તેમને ઠંડી નથી લાગતી, જાણો કોણે આવું કેમ કહ્યું
કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને ચાલી રહેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા..હાલ હરિયાણામાંથી પસાર થતી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને વાદ-વિવાદ શરૂ થયો છે. જ્યારે ભાજપના નેતાઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ભારે ઠંડી હોવા છતાં માત્ર ટી-શર્ટ પહેરીને ફરતા હોવા પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એવો જવાબ આપ્યો,જેનાથી બધાની બોલતી બંધ થઇ ગઇ. રાહુલ
કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને ચાલી રહેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા..હાલ હરિયાણામાંથી પસાર થતી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને વાદ-વિવાદ શરૂ થયો છે. જ્યારે ભાજપના નેતાઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ભારે ઠંડી હોવા છતાં માત્ર ટી-શર્ટ પહેરીને ફરતા હોવા પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એવો જવાબ આપ્યો,જેનાથી બધાની બોલતી બંધ થઇ ગઇ.
રાહુલ શિયાળાની આ ઠંડીમાં એવી કઇ દવા લે છે ?
હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી દલાલે રાહુલ ગાંધીના ટી-શર્ટ પહેરીને ફરવા પર પોતાની વાત મુકી હતી. દલાલે કહ્યું કે, દરેક જગ્યાએ લોકો મને એક પ્રશ્ન પૂછે છે કે રાહુલ શિયાળાની ઋતુમાં એવી કઈ દવા લે છે કે તેમને અડધી બાંયની ટી-શર્ટમાં પણ ઠંડી નથી લાગતી. જો તેઓ આ ફોર્મ્યૂલા હિમાલય પર રહેતા આપણા સૈનિકોને કહેશે તો દેશ માટે બહુ મોટુ યોગદાન ગણાશે
'રાહુલ જાડી ચામડીના છે તેથી ઠંડી નથી લાગતી'
દલાલના આ ટોણા પર શુક્રવારે ફરીદાબાદમાં કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશ પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો તો રમેશ હસવા લાગ્યા. તેમણે મજાકમાં કહ્યું કે આનો શું જવાબ આપું. શું એમ કહું કે તેમની ચામડી જાડી છે,તેથી તેમને ઠંડી નથી લાગતી.
અગાઉ ટી-શર્ટની કિંમતને લઇ સવાલ ઉભો કરાયો હતો
ભારત જોડો યાત્રા શરૂ થયા બાદથી જ ભાજપે રાહુલની ટી-શર્ટને લઈને સવાલ ઉઠાવ્યો હતો . રાહુલની પોલો ટી-શર્ટનો ફોટો શેર કરતા ભાજપે લખ્યું હતું કે ભારત જુઓ, આ ટી-શર્ટની કિંમત 41,000 રૂપિયા છે. આ ટિપ્પણીને લઈને ઘણો વિવાદ થયો હતો.
રાહુલે યાત્રા દરમ્યાન માત્ર ટી-શર્ટ પહેરેલી રાખી છે
મહત્વપૂર્ણ છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ સતત ટી-શર્ટમાં જ દેખાયા છે. તેઓ માત્ર સફેદ રંગની પોલો ટી-શર્ટ પહેરીને ફરતા હોય છે. તે ઉનાળામાં પણ આ ટીશર્ટ પહેરતા હતા અને હવે તે શિયાળામાં પણ આ ટીશર્ટ પહેરીને ફરે છે. જો કે ઘણી વખત શરદી વધી ગયા પછી થોડા સમય માટે તેમણે જેકેટ પહેર્યું હતું, પરંતુ થોડા સમય પછી તેને ઉતારી દીધું હતું.આ જ કારણ છે કે ભાજપના નેતાઓ ટોણા મારી રહ્યા છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું - કોરોના ભારત જોડો યાત્રા રોકવાનું એક બહાનું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement