PM મોદી તમે ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping થી કેમ આટલા ડરો છો : દિગ્વિજય સિંહ
ચીન મુદ્દે રાહુલ ગાંધી (Rahul Gandhi) આપેલા નિવેદન પર હવે રાજનીતિ ગરમાઇ ગઇ છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ નેતા 1962 નું ભારત નથી આજે તેવું કહીને કટાક્ષ કરી રહ્યા છે તો કોઇ નેતા રાહુલના નિવેદનને રાષ્ટ્ર વિરોધી તત્વોને પ્રેરણા આપે તેવું ગણાવી રહ્યા છે. આ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્ગવિજય સિંહે (Digvijay Singh) ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર
Advertisement
ચીન મુદ્દે રાહુલ ગાંધી (Rahul Gandhi) આપેલા નિવેદન પર હવે રાજનીતિ ગરમાઇ ગઇ છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ નેતા 1962 નું ભારત નથી આજે તેવું કહીને કટાક્ષ કરી રહ્યા છે તો કોઇ નેતા રાહુલના નિવેદનને રાષ્ટ્ર વિરોધી તત્વોને પ્રેરણા આપે તેવું ગણાવી રહ્યા છે. આ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્ગવિજય સિંહે (Digvijay Singh) ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને ઘેરી લીધા છે.
દિગ્વિજય સિંહે કર્યા ભાજપ અને RSS પર પ્રહાર
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીના ચીન પરના નિવેદનનું સમર્થન કર્યું છે, તેમણે ભાજપ પર પણ જોરદાર નિશાન સાધ્યું છે, દિગ્વિજય સિંહનું કહેવું છે કે, જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે ભાજપ સતત કોંગ્રેસને નિશાન બનાવતી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપ અને આરએસએસ ન તો બંધારણનું સન્માન કરે છે અને ન તો તિરંગાનું. તેઓ તિરંગાથી ચિડાઈ જાય છે. ખુરાઈ વિધાનસભામાં ભારત જોડો યાત્રામાં તિરંગો લઈને નીકળેલા કોંગ્રેસી કાર્યકરો સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે કાર્યકરો નાગપુરમાં RSSના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. મીડિયાના સવાલોના જવાબમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદી ચીન વિશે કહેતા હતા, મનમોહન સિંહજીએ ચીનને લાલ આંખ બતાવવી જોઈએ. હવે તેઓ પોતે વડાપ્રધાન છે, હવે તેમની લાલ આંખો ક્યાં ગઈ. તેમણે કટાક્ષ કર્યો કે મોદી ચીનથી ડરે છે. તેમના કાર્યકાળ દરમિયાન ચીનમાંથી આયાત બમણી થઈ હતી જ્યારે તે જથ્થામાં દેશનો માલ ચીનમાં નિકાસ થતો નથી.
કોંગ્રેસી કાર્યકરો પર ખોટા ફોજદારી કેસ નોંધાઇ રહ્યા છે : દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં રાજકીય કારકિર્દીના 50 વર્ષ પૂરા કર્યા છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ, જનતા દળના નેતૃત્વવાળી સરકારો રહી છે, પરંતુ ભાજપ જે રીતે વેરની ભાવના સાથે કામ કરી રહ્યું છે તેવું ઉદાહરણ મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. હું મુખ્યમંત્રી હતો ત્યારે આવું ઉદાહરણ ક્યારેય જોવા મળ્યું નથી. તિરંગા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો પર ખોટા ફોજદારી કેસ નોંધવામાં આવી રહ્યા છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. ઘરો અને દુકાનો પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, અમે રાજકારણમાં છીએ અને અમને રાજકીય નિવેદનો કરવાનો અધિકાર છે.
મોદીજી આ 7 સવાલોના જવાબ આપે : દિગ્વિજય સિંહ
1. તમે 20 જૂન, 2020 ના રોજ કેમ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી?
2. તમે ચીનને આપણા સૈનિકોને પૂર્વી લદ્દાખમાં હજારો ચોરસ કિલોમીટર સુધી પહોંચવા માટે કેમ મંજૂરી આપી જ્યાં અમે મે 2020 પહેલા નિયમિતપણે પેટ્રોલિંગ કરતા હતા?
3. તમે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની સ્થાપના માટે 17 જુલાઈ, 2013 ના રોજ કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ યોજનાને કેમ છોડી દીધી?
4. તમે શા માટે ચાઈનીઝ કંપનીઓને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવાની મંજૂરી આપી છે?
5. તમે શા માટે છેલ્લા બે વર્ષમાં ચીનમાંથી આયાતને રેકોર્ડ સ્તરે વધવા દીધી છે?
6. તમે શા માટે આગ્રહ કરી રહ્યા છો કે સરહદની સ્થિતિ અને ચીન તરફથી આપણને જે પડકારોનો સામનો કરવો પડે છે તેની ચર્ચા સંસદમાં ન થવી જોઈએ?
7. તમે ચીનના ટોચના નેતૃત્વને અભૂતપૂર્વ 18 વખત મળ્યા છો અને તાજેતરમાં બાલીમાં શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યો છે. આ પછી તરત જ ચીને તવાંગમાં ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું અને સરહદની સ્થિતિને એકતરફી બદલવાનું ચાલુ રાખ્યું. તમે દેશને વિશ્વાસમાં કેમ નથી લેતા?
ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે : રાહુલ ગાંધી
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'ચીન ભારત સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે, ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પરંતુ આપણી સરકાર આ સ્વીકારવા તૈયાર નથી. તે સત્ય છુપાવી રહી છે.' BJP રાહુલના આ નિવેદન પર નેતાઓએ પલટવાર કર્યો છે, જેના કારણે મામલો વધુ ગરમ થઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement