Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના કર્યાં વખાણ, Video શેર કરી કહી આ વાત

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના આગ્રહની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનશ્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરમાં એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે (D.Y. Chandrachud) સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવાની વાત કરી હતી. તેમણે આ માટે ટેક્નોàª
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના કર્યાં વખાણ  video શેર કરી કહી આ વાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના આગ્રહની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનશ્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરમાં એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે (D.Y. Chandrachud) સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવાની વાત કરી હતી. તેમણે આ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તે એક પ્રશંસનીય વિચાર છે, જે ઘણા લોકોને મદદ કરશે.
વીડિયો શેર કર્યો
વડાપ્રધાનશ્રી મોદીએ મુંબઈમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ચીફ જસ્ટીસના સંબોધનની વીડિયો ક્લીપ શેર કરી હતી. જણાવી દઈએ કે વડાપ્રધાનશ્રી ન્યાયિક નિર્ણયોને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવીને જન સામાન્ય માટે વધારે અનુકુળ બનાવવાની સતત હિમાયત કરે છે.
ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ
વડાપ્રધાનશ્રીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, ભારતમાં અનેક ભાષા છે જે આપણી સાંસ્કૃતિક જીવંતતાને વધારે છે. કેન્દ્ર સરકાર ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. જેમાં એન્જીનિયરિંગ અને મેડિકલ જેવા વિષયોને માતૃભાષામાં ભણાવવાનો વિકલ્પ પણ સામેલ છે.
શું કહ્યું હતું CJIએ?
કાર્યક્રમને સંબોધિત કરતા ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે, અમારા મિશનનું આગલું પગલું સુપ્રીમ કોર્ટના દરેક નિર્ણયની અનુવાદ કરેલી કોપીઓ દરેક ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવવાનું છે. આપણા નાગરિકો જે ભાષા સમજે છે તે ભાષામાં આપણે તેમના સુધી નહી ત્યાં સુધી આપણે જે કામ કરી રહ્યાં થીએ તે 99% લોકો સુધી પહોંચી રહ્યું નથી.
Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.