G20 સમિટમાં ભાગ લેવા PM મોદી રવાના, અનેક વિષયો પર થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય G20 સમિટ (G20 Summit 2022) માટે રવાના થઈ ગયા છે. G20 કોન્ફરન્સ ઈન્ડોનેશિયાના પર્યટન સ્થળ બાલી (Bali) માં યોજાવાની છે. રવાના થતા પહેલા PM Modi એ કહ્યું કે, આ કોન્ફરન્સમાં અમે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે કામ કરીશું. જેના કારણે આગામી બે દિવસ સુધી બાલીમાં વિશ્વનું રાજકીય તાપમાન ઉંચુ રહેશે. અમેરિકા, ચીન, રશિયા અને ભારત ઉપરાંત અન્ય દેશો લેશે ભાગઆ àª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય G20 સમિટ (G20 Summit 2022) માટે રવાના થઈ ગયા છે. G20 કોન્ફરન્સ ઈન્ડોનેશિયાના પર્યટન સ્થળ બાલી (Bali) માં યોજાવાની છે. રવાના થતા પહેલા PM Modi એ કહ્યું કે, આ કોન્ફરન્સમાં અમે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે કામ કરીશું. જેના કારણે આગામી બે દિવસ સુધી બાલીમાં વિશ્વનું રાજકીય તાપમાન ઉંચુ રહેશે.
અમેરિકા, ચીન, રશિયા અને ભારત ઉપરાંત અન્ય દેશો લેશે ભાગ
આ કોન્ફરન્સમાં અમેરિકા, ચીન, રશિયા અને ભારત ઉપરાંત અન્ય દેશો ભાગ લઈ રહ્યા છે. લાંબા સમય બાદ આ પ્રથમ વખત છે જ્યારે આ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામ-સામે જોવા મળવાના છે. આટલું જ નહીં રશિયા પણ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ આવવાનું છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા નથી. તેમના સ્થાને વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ હાજરી આપશે અને તેમનું પ્રતિનિધિત્વ કરશે. બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક પણ આ સમિટમાં ભાગ લેશે, જેઓ રુસ-યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેશે, પરંતુ તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે તેમની લાંબા સમયથી અટકેલી દ્વિપક્ષીય બેઠક બાલીમાં થશે. આ બેઠકમાં બંને નેતાઓ તાઈવાન, રશિયાના યુક્રેન પરના આક્રમણ અને ઉત્તર કોરિયાની પરમાણુ મહત્વકાંક્ષાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.
Advertisement
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન G20 સમિટમાં ભાગ લેશે નહીં
જણાવી દઈએ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. નોંધપાત્ર રીતે, G20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે અગ્રણી મંચ છે અને તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક અને વિકાસ મુદ્દાઓ પર વૈશ્વિક સરકારોના મંતવ્યો આપવા અને તેને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમિટ દરમિયાન, વડાપ્રધાન મોદી અને અન્ય G20 નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વગેરે સહિત તમામ મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે.
ઝેલેન્સકી કરશે વર્ચ્યુઅલ સંબોધન
આ કોન્ફરન્સમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વર્ચ્યુઅલ રીતે સંબોધન કરવા જઈ રહ્યા છે, જેનો રશિયા સખત વિરોધ કરી રહ્યું છે. જણાવી દઈએ કે, જ્યારથી યુક્રેન પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ત્યારથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વિવિધ મંચોમાં વર્ચ્યુઅલ રીતે જોડાઈને રશિયા પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે પણ એવું જ થવાનું છે. જ્યારે ચીન અને રશિયા યુક્રેન યુદ્ધ પર એકમત છે તો અમેરિકા તેનો સખત વિરોધ કરી રહ્યું છે. ભારતની વાત કરીએ તો આ માટે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે, જે તેણે વિવિધ મંચો પર ઘણી વખત વ્યક્ત કર્યું છે. આ કોન્ફરન્સ પહેલા, બાઇડેન અને શી જિનપિંગ વચ્ચે લગભગ બે વખત ફોન પર વાતચીત થઈ છે, જે ખૂબ જ તીખી રહી હતી.
આ પણ વાંચો - રિવાબા પ્રચંડ બહુમતીથી જીતશે, આ વિશ્વાસ સાથે રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ફર્સ્ટને આપી પ્રતિક્રિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.