મુસ્લિમો ભારતમાં તાલિબાની માનસિકતાને ક્યારેય સ્વીકારશે નહીં: અજમેર દરગાહ દીવાન
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર ટેલર કન્હૈયા લાલ સાહુની મંગળવારે દિવસ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો ભીડવાળા બજારમાં તેની દુકાનમાં ઘૂસી ગયા અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના એટલી હ્રદયદ્રાવક હતી કે જ્યારે સોશિયલ મીડિયામાં આ અંગે વિડીયો સામે આવ્યો તો લોકો આક્રોશમાં એકઠા થઇ ગયા હતા. ઉદયપુરમાં દરજીની હત્યાની નિંદા àª
Advertisement
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર ટેલર કન્હૈયા લાલ સાહુની મંગળવારે દિવસ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો ભીડવાળા બજારમાં તેની દુકાનમાં ઘૂસી ગયા અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના એટલી હ્રદયદ્રાવક હતી કે જ્યારે સોશિયલ મીડિયામાં આ અંગે વિડીયો સામે આવ્યો તો લોકો આક્રોશમાં એકઠા થઇ ગયા હતા.
ઉદયપુરમાં દરજીની હત્યાની નિંદા કરતા અજમેર દરગાહના દીવાન ઝૈનુલ આબેદીન અલી ખાને મંગળવારે કહ્યું કે, ભારતના મુસ્લિમો દેશમાં તાલિબાનની માનસિકતાને ક્યારેય સ્વીકારશે નહીં. ઉદયપુરમાં, 28 જૂન મંગળવારના રોજ, બે માણસોએ એક દરજીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી અને તેનો વિડીયો જાહેર કર્યો હતો, અને કહ્યું હતું કે, તેઓ ઇસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે. અજમેર શરીફ દરગાહના દીવાન ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી, ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે. ખાને કહ્યું કે, આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ છે જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે.
આ સમગ્ર ઘટના પર એક હુમલાખોરે હુમલો કર્યો અને બીજાએ તેનો વિડીયો બનાવ્યો. આ ઘટનાના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે. જોકે, પોલીસે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. ઉદયપુરમાં તણાવને જોતા ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્મમ હત્યાને લઇને સમગ્ર દેશવાસીઓ ગુસ્સામાં છે. ત્યારે જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ આ હત્યાની ઘટનાની નિંદા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં, તે જમીનના કાયદા અને આપણા ધર્મની વિરુદ્ધ છે.
આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આ અવસરે મૌલાના હકીમુદ્દીન કાસમીએ દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવા અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોતાનો ભાગ ભજવવાની અપીલ કરી હતી.
અહેવાલો અનુસાર, માત્ર ઉદયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પહેલા માત્ર ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે 600 જેટલા વધારાના પોલીસકર્મીઓને ઉદયપુર મોકલવામાં આવ્યા છે. CM અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટેલરે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ પછી તેની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
CM ગેહલોતે કહ્યું છે કે, આ ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે અને આ ઘટનાના દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષના નેતા ગુલાબચંદ્ર કટારિયાએ પણ કહ્યું છે કે તેમણે મુખ્યમંત્રી સાથે હેલિકોપ્ટરમાં વાતચીત કરી હતી. આ ખૂબ જ નિંદનીય ઘટના છે. આરોપીઓનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઘટના વિશે વાત કરી રહ્યા છે.