Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે તે ડેરીની ગાય ROનું પાણી પીવે છે

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે તે ડેરીની ગાયો પણ ROનું પાણી પીવે છે. જાણો કે આ ડેરી ક્યાં આવેલી છે. આ ડેરી મહારાષ્ટ્રના પુણેમાં આવી છે. તેના ગ્રાહકોમાં મોટી મોટી હસ્તીઓ શામેલ છે. અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા સેલેબ્સના ઘરે આ ડેરીમાંથી દૂધ જાય છે. આ ડેરી ફાર્મના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. કપડાંનો બિઝનેસ
મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે તે ડેરીની ગાય roનું પાણી પીવે છે
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે તે ડેરીની ગાયો પણ ROનું પાણી પીવે છે. જાણો કે આ ડેરી ક્યાં આવેલી છે. 
આ ડેરી મહારાષ્ટ્રના પુણેમાં આવી છે. તેના ગ્રાહકોમાં મોટી મોટી હસ્તીઓ શામેલ છે. અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા સેલેબ્સના ઘરે આ ડેરીમાંથી દૂધ જાય છે. 
આ ડેરી ફાર્મના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. કપડાંનો બિઝનેસ કર્યા બાદ તેમણે ડેરીનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે 'પ્રાઉડ ઓફ કાઉ' પ્રોડક્ટની શરૂઆત કરી હતી. આજે ભાગ્યલક્ષ્મીના મુંબઈ અને પુણેમાં 25 હજારથી વધુ ગ્રાહકો છે. આ ફાર્મ 26 એકરમાં બનેલું છે.
ગાય માટે અહીં મુકવામાં આવેલી રબર મેટ દિવસમાં ત્રણ વખત સાફ કરવામાં આવે છે. ગાય માત્ર ROનું પાણી પીવે છે. 24 કલાક ફર્મમાં મ્યુઝિક ચાલે છે. સોયાબીન, આલ્ફા ગ્રાસ, મોસમ મુજબ શાકભાજી તેમને ખોરાકમાં આપવામાં આવે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં આ ડેરીના એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દૂધ કાઢતા પહેલા દરેક ગાયનું વજન અને તાપમાન ચેક કરવામાં આવે છે. જો ગાય બીમાર હોય તો તેને સીધી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. દૂધ પાઇપ દ્વારા સાઇલોજમાં અને પછી પેસ્ટરાઇઝ્ડ થઇને બોટલમાં પેક થાય છે. એક સમયે 50 ગાયોનુ દૂધ કાઢવામાં આવે છે.
ડેરીમાં 2000 થી વધુ હોલસ્ટિન ફ્રેશિયન ગાય છે. આ બ્રીડ સ્વિટ્ઝરલેન્ડથી આયાત કરવામાં આવી છે. કહેવાય છે કે આ ગાયો એક દિવસમાં લગભગ 25-28 લિટર દૂધ આપે છે. તેમની કિંમત 90 હજારથી 1.5 લાખ રૂપિયાની આસપાસ કહેવામાં આવી રહી છે.
પૂણેથી મુંબઈમાં દરરોજ દૂધ પહોંચાડવામાં આવે છે. ડિલિવરી વાન સવારે 5:30 થી 7:30 વચ્ચે ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડે છે. 'પ્રાઈડ ઓફ કાઉ' ના દરેક ગ્રાહક પાસે લોગિન આઈડી છે. જેના પર તે ઓર્ડર ચેન્જ અથવા કેન્સલ કરી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.