Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મન કી બાત 92મું સંસ્કરણ: આઝાદીનો અમૃત મહોત્સવ 2023 સુધી ચાલુ રહેશેઃ વડાપ્રધાનશ્રી મોદી

વડાપ્રધાનશ્રી મોદીએ થોડા દિવસો પહેલા જ મન કી બાત પર લોકો પાસેથી તેમના મંતવ્યો પૂછ્યા હતા. અગાઉનો એપિસોડ સંપૂર્ણપણે સ્વતંત્રતા દિવસ પર આધારિત હતો, જેમાં દેશની પ્રગતિ સાથે જોડાયેલી બાબતો વિશે વાત કરવામાં આવી હતી. આજે ફરી એકવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ રેડિયો પ્રોગ્રામનો આ 92મો એપિસોડ છે. જેમાં જ્યારે
વડાપ્રધાન મન કી બાત 92મું સંસ્કરણ  આઝાદીનો અમૃત મહોત્સવ 2023 સુધી ચાલુ રહેશેઃ વડાપ્રધાનશ્રી મોદી
વડાપ્રધાનશ્રી મોદીએ થોડા દિવસો પહેલા જ મન કી બાત પર લોકો પાસેથી તેમના મંતવ્યો પૂછ્યા હતા. અગાઉનો એપિસોડ સંપૂર્ણપણે સ્વતંત્રતા દિવસ પર આધારિત હતો, જેમાં દેશની પ્રગતિ સાથે જોડાયેલી બાબતો વિશે વાત કરવામાં આવી હતી. આજે ફરી એકવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ રેડિયો પ્રોગ્રામનો આ 92મો એપિસોડ છે. જેમાં જ્યારે આજના 'મન કી બાત' કાર્યક્રમાં વડાપ્રધાન શ્રી મોદીએ ભાપતની આઝાદીના અમૃત મહોત્વ અંગે દેશવાસીઓ સાથે વાત કરતાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું, કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે કે ઓગસ્ટમાં મારું કાર્યાલય તિરંગામય બની ગયું.  
આઝાદીનો અમૃત મહોત્સવ 2023 સુધી ચાલુ રહેશેઃ વડાપ્રધાન શ્રી
મોદીએ કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ આવતા વર્ષ એટલે કે ઓગસ્ટ 2023 સુધી ચાલુ રહેશે. દેશ માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, જે લખાણો અને ઘટનાઓને આપણે યાદ કરતા હતા, તેને આપણે આગળ લઈ જવાનું છે.
 
'જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય.'
PM મોદીએ કહ્યું, "જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, પોતાના કર્તવ્યનું ભાન હોય, આવનારી પેઢીઓની ચિંતા હોય, ત્યારે શક્તિ પણ ઉમેરાય છે અને સંકલ્પ વધુ ઉમદા બને છે."
1 થી 30 સપ્ટેમ્બર વચ્ચે પોષણ મહિનો
પ્રધાનમંત્રીએ કહ્યું, 'આપણે દર વર્ષે 1લીથી 30મી સપ્ટેમ્બર સુધી પોષણ માહ ઉજવીએ છીએ. કુપોષણ સામે સમગ્ર દેશમાં અનેક રચનાત્મક અને વૈવિધ્યસભર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનો બહેતર ઉપયોગ અને જનભાગીદારી પણ પોષણ અભિયાનનો મહત્વનો ભાગ બની ગઈ છે.ભારતે મજબૂતાઇથી કુપોષણ સામે લડવું પડશે.

આખા દેશમાં અમૃતની અમૃતની લહેરખી વહે છે
પી.એમ મોદીએ ઋગવેદની રૂચાનો ઉલ્ખેખ પણ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું, 'ઓગસ્ટ મહિનામાં તમારા બધાના પત્રો અને સંદેશાઓએ મારી ઓફિસને ત્રિરંગામય બનાવી દીધી હતી. આઝાદીના આ વર્ષમા આપણા આખા દેશમાં અમૃતની અમૃતની લહેરખી વહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે. સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીય સમુહદાયનું આમાં સહયોગ છે.
Advertisement
Tags :
Advertisement

.