Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીના આગલા દિવસે ઈસરો છોડશે આ રૉકેટ, લોન્ચિંગ માટે થયું તૈનાત

ISRO દિવાળીના એક દિવસ પહેલા પોતાનું સૌથી ભારે રૉકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના આ રૉકેટનું નામ લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM3) છે. જ્યારે આ સમગ્ર મિશનનું નામ LVM3-M2/OneWeb India-1 Mission છે. બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વનવેબના સેટેલાઇટને આ રોકેટથી અવકાશમાં છોડવામાં આવશે. આ સેટેલાઈટ વિશ્વના અંતરિક્ષમાંથી ઈન્ટરનેટની સુવિધા આપશે. આ કંપનીમાં ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ કંપની શેર હોલ્ડર છે. આ રૉકેટમાં વનવેબના 36 à
દિવાળીના આગલા દિવસે ઈસરો છોડશે આ રૉકેટ  લોન્ચિંગ માટે થયું તૈનાત
ISRO દિવાળીના એક દિવસ પહેલા પોતાનું સૌથી ભારે રૉકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના આ રૉકેટનું નામ લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM3) છે. જ્યારે આ સમગ્ર મિશનનું નામ LVM3-M2/OneWeb India-1 Mission છે. બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વનવેબના સેટેલાઇટને આ રોકેટથી અવકાશમાં છોડવામાં આવશે. આ સેટેલાઈટ વિશ્વના અંતરિક્ષમાંથી ઈન્ટરનેટની સુવિધા આપશે. આ કંપનીમાં ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ કંપની શેર હોલ્ડર છે. આ રૉકેટમાં વનવેબના 36 સેટેલાઈટ છે.
લોન્ચિંગ
આ મિશન ISRO તેના સૌથી ભારે રોકેટ 'LVM-3' એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક 3થી 22મીએ મધ્યરાત્રિએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે LVM-3 પહેલા GSLV માર્ક રોકેટ તરીકે પણ ઓળખાતું હતું. આ મિશનનું 24 કલાકનું કાઉન્ટડાઉન આજે રાત્રે 12.07 મિનીટ પર શરૂ થયું.
ઈસરોની બે ડીલ થઈ છે
રૉકેટના ક્રાયો સ્ટેજ, ઈક્વિપમેન્ટ બે એસેમ્બલી પૂર્ણ થઈ ચુકી છે. સેટેલાઈટને રૉકેટના આગળના ભાગમાં લગાવી દેવામાં આવ્યું છે અને અંતિમ તપાસ ચાલી રહી છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે, 23મી ઓક્ટબરની લોન્ચિંગ બાદ અન્ય એક લોન્ચિંગ પણ થશે. જે આગામી વર્ષે જાન્યુઆરીમાં સંભવિત માનવામાં આવી રહી છે.
આ પાંચમું લોન્ચિંગ
આ સેટેલાઈટ્સને પૃથ્વીની નિચલી કક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ છે. જેનું નામ વનવેબ લિયો (OneWeb Leo) છે. LVM3ની આ પહેલી કોમર્શિયલ ઉડાન છે. અગાઉ વર્ષ 2019માં આ રૉકેટથી ચંદ્રયાન-2 (Chandrayaan-2), 2018માં GSAT-2, 2017માં GSAT-1 અને તે પહેલા વર્ષ 2014માં ક્રૂ મોડ્યુલ એટમોસ્ફેરિક રિ-એન્ટ્રી એક્સપેરિમેન્ટ (CARE) હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ મિશન દેશના હતા એટલે કે સરકારી હતા. આ રોકેટમાં પહેલીવાર ખાનગી કંપનીનો સેટેલાઇટ જશે. આ રોકેટથી અત્યાર સુધીમાં ચાર પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે. ચારેય સફળ રહ્યા છે. આ તેનું પાંચમું લોન્ચિંગ છે.
Advertisement
Tags :
Advertisement

.