Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સમુદ્રની અંદર લહેરાવ્યો તિરંગો, જુઓ વિડીયો

'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાનના ભાગરૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં પાણીની અંદર ધ્વજ પ્રદર્શન કર્યું હતું. ICG અધિકારીએ જણાવ્યું હતું કે, “હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં પાણીની અંદર ફ્લેગ લહેરાવ્યો હતો. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને જાગૃતિ લાવવાનો છે. 'હર ઘર તિરંગા' ઝુંબેશ નાગરિકોને 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્ત
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સમુદ્રની અંદર લહેરાવ્યો તિરંગો  જુઓ વિડીયો
'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાનના ભાગરૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં પાણીની અંદર ધ્વજ પ્રદર્શન કર્યું હતું. ICG અધિકારીએ જણાવ્યું હતું કે, “હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં પાણીની અંદર ફ્લેગ લહેરાવ્યો હતો. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને જાગૃતિ લાવવાનો છે. 
'હર ઘર તિરંગા' ઝુંબેશ નાગરિકોને 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના ઘર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રોત્સાહિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે લોકોને ત્રિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા 22 જુલાઈના રોજ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને જનભાગીદારીની ભાવના સાથે આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) ની ઉજવણી કરવાનો છે.
રાજ્યોએ ફ્લેગના ઉત્પાદન માટે સ્વ-સહાય જૂથો (SHGs) ને એકત્ર કર્યા છે અને સ્થાનિક સિલાઈ એકમો અને MSMEs પણ તેમાં સામેલ થયા છે. કાપડ મંત્રાલયે ધ્વજ ઉત્પાદકોની ઓળખ કરી છે જેઓ મોટી માત્રામાં ફ્લેગ સપ્લાય કરી રહ્યા છે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયો આ અભિયાનમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં ધ્વજ ફરકાવવાનો છે. સમગ્ર દેશની દેશભક્તિ અને એકતા દર્શાવવા સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ જીવનના તમામ ક્ષેત્રના લોકોને સામેલ કરતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર ભારતમાં રાષ્ટ્રધ્વજનો પુરવઠો સુનિશ્ચિત કરવા કેન્દ્રે અનેક પગલાં લીધાં છે. દેશની તમામ પોસ્ટ ઓફિસ 1 ઓગસ્ટથી ધ્વજનું વેચાણ શરૂ કરશે. કેન્દ્રએ ફ્લેગના સપ્લાયની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ ઈ-કોમર્સ વેબસાઇટ્સ અને સ્વ-સહાય જૂથો સાથે પણ જોડાણ કર્યું છે. 
Advertisement

Tags :
Advertisement

.