Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી એવું શું બોલ્યા કે વિપક્ષે ગુસ્સામાં ગૃહમાંથી કર્યું વોકઆઉટ

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણનો મામલો ગરમાયો છે. વિપક્ષી પાર્ટીઓ આજે સંસદમાં સરકાર પર પ્રહાર કરવાના મૂડમાં છે. આ દરમિયાન સરકાર પણ વિપક્ષને જવાબ આપવાની તૈયારીમાં લાગેલી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અરુણાચલ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, NSA અજીત ડોભાલ, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અન
તવાંગમાં ભારત ચીન ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી એવું શું બોલ્યા કે વિપક્ષે ગુસ્સામાં ગૃહમાંથી કર્યું વોકઆઉટ
અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણનો મામલો ગરમાયો છે. વિપક્ષી પાર્ટીઓ આજે સંસદમાં સરકાર પર પ્રહાર કરવાના મૂડમાં છે. આ દરમિયાન સરકાર પણ વિપક્ષને જવાબ આપવાની તૈયારીમાં લાગેલી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અરુણાચલ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, NSA અજીત ડોભાલ, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. 
વિપક્ષે હોબાળા સાથે ગૃહમાંથી કર્યું વોકઆઉટ
હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર સંસદમાં નિવેદન આપ્યું છે. લોકસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું કે, 9 ડિસેમ્બરે અથડામણ બાદ ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની ચોકીઓ પર મોકલવા દબાણ કર્યું. જણાવી દઈએ કે, રાજનાથ સિંહના નિવેદન બાદ વિપક્ષે હંગામો મચાવતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. તેમણે ગૃહમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. જણાવી દઈએ કે, રાજનાથ સિંહ હવે આ મુદ્દે રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે પોતાનું નિવેદન આપશે. 
રાજનાથ સિંહે લોકસભામાં શું કહ્યું?
તવાંગ અથડામણ અંગે માહિતી આપતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 9 ડિસેમ્બરે PLA સૈનિકોએ તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં ઘુસણખોરી કરી અને યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો. આપણા સૈનિકોએ આ પ્રયાસનો દૃઢતાપૂર્વક સામનો કર્યો. આપણા સૈનિકોએ બહાદુરીપૂર્વક PLA ને આપણા પ્રદેશ પર અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની ચોકીઓ પર પાછા ફરવા મજબૂર કર્યા. રાજનાથ સિંહે કહ્યું કે, આ મામલો રાજદ્વારી માધ્યમો દ્વારા ચીન સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આપણી સેના આપણી સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેમને પડકારવાના કોઈપણ પ્રયાસને પરાસ્ત કરવા માટે તેઓ તૈયાર છે.
Advertisement

કોઈ સૈનિક મૃત્યુ પામ્યા નથી - રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે તવાંગ ઘટના પર રાજ્યસભામાં કહ્યું કે, આ સામ-સામેની લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. હું આ ગૃહને કહેવા માંગુ છું કે આપણા સૈનિકોમાંથી એક પણ મૃત્યુ પામ્યા નથી કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપ બાદ PLA સૈનિકો તેમની સ્થિતિ પર પાછા હટી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ છે. આ વખતે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકના સ્થાન પર બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં "બંને બાજુના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી." ભારતીય સેનાએ સોમવારે આ માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ અથડામણમાં ભારતના 6 સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે ચીનમાં ઘાયલોની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. આ અથડામણ ગયા શુક્રવારે સંવેદનશીલ વિસ્તારમાં LAC પર યાંગત્સે નજીક થઈ હતી. એવા પણ અહેવાલો છે કે અથડામણમાં 200 થી વધુ ચીની સૈનિકો સામેલ હતા અને તેઓ લાકડીઓ અને સળિયા લઈને આવ્યા હતા. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી. આ મામલો સામે આવ્યા બાદથી દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.