Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર દળો માટે રૂ. 2.46 લાખ કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભા (Rajya Sabha)માં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર દળો માટે મૂડી પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. 2,46,989 કરોડના મૂલ્યના 163 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સ્થાનિક કંપનીઓ પાસેથી પ્રાપ્તિનો હિસ્સો વધી રહ્યો છે.સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી પર ભારસંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહà
છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર દળો માટે રૂ  2 46 લાખ કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી
સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભા (Rajya Sabha)માં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર દળો માટે મૂડી પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. 2,46,989 કરોડના મૂલ્યના 163 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સ્થાનિક કંપનીઓ પાસેથી પ્રાપ્તિનો હિસ્સો વધી રહ્યો છે.

સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી પર ભાર
સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મૂડી પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓ હેઠળ આ મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરકાર સ્વદેશીકરણ અને સ્થાનિક સંસાધનોમાંથી સંરક્ષણ ઉત્પાદનોની પ્રાપ્તિ પર ભાર આપી રહી છે. 2018-19 થી 2021-22 સુધીના છેલ્લા ચાર વર્ષમાં વિદેશી સ્ત્રોતોમાંથી સંરક્ષણ પ્રાપ્તિ પરનો ખર્ચ 46% થી ઘટીને 36% થયો છે. આ વર્ષે લક્ષ્યાંક 68 ટકા છે.
સંરક્ષણની આયાત ઘટી, પણ નિકાસ વધી ( નોંધ - આંકડાં કરોડો રૂપિયામાં છે )
વર્ષ                          આયાત             નિકાસ
2022-23                                             6,058*
2021-22                        50,061.58    12,815
2020-21                      53,118.58   8,435
2019-20                     47,961.47   9,116
2018-19                     45,705.57   0,746

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.