હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ઠંડીમાં ઘરોમાંથી બહાર આવવા મજબૂર બન્યા લોકો
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોધર્મશાલાથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુસવારે 5.17 કલાકે ભૂકંપનો આંચકોહિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા અને તેઓ હાડ થીજાવતી ઠંડીમાં પોતાના ઘરોમાંથી બહાર આવવા મજબૂર બન્યા હતા. હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી લગભગ 22 કિમી પૂર્વમાં આ ભૂકંપના આંચકા અનુ
- હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા
- 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- ધર્મશાલાથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ
- સવારે 5.17 કલાકે ભૂકંપનો આંચકો
હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા અને તેઓ હાડ થીજાવતી ઠંડીમાં પોતાના ઘરોમાંથી બહાર આવવા મજબૂર બન્યા હતા. હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી લગભગ 22 કિમી પૂર્વમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ધરમશાલાથી લગભગ 22 કિમી પૂર્વમાં સવારે 5.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી છે. જો કે, ભૂકંપની ઓછી તીવ્રતાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી.
હિમાચલમાં એક મહિનામાં 7 ભૂકંપ આવ્યા
જોશીમઠમાં કુદરતી આફત બાદ હવે હિમાચલમાં સવારે ભૂકંપના સમાચાર આવતા લોકોને ઘરની બહાર આવવાની ફરજ પડી હતી. જણાવી દઈએ કે હિમાચલમાં એક મહિનામાં 7 વખત ભૂકંપ આવ્યા છે, જેના કારણે લોકો ભૂકંપ અને કુદરતી આફતથી ડરી રહ્યા છે. તાજેતરમાં આવેલો ભૂકંપનો આંચકો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હિમાચલ પ્રદેશમાં ધરમશાલાથી 22 કિમી પૂર્વમાં અનુભવાયો છે. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી. હિમાચલ પ્રદેશમાં પણ આવા ઘણા વિસ્તારો છે, જેની સ્થિતિ જોશીમઠ જેવી છે. હિમાચલના ઘણા વિસ્તારો ભૂસ્ખલનની અણી પર ઉભા છે. જણાવી દઈએ કે ઉત્તરકાશીમાં એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે ભૂકંપ આવ્યો હતો. ઉત્તરકાશીમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 આંકવામાં આવી હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જોશીમઠ પર તેની અસર જોવા મળી ન હોતી.
Advertisement
શુક્રવારે ઉત્તરકાશીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો
મહત્વનું છે કે, ગઈકાલે શુક્રવારે ઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠ (Joshimath)માં જમીનમાં અને મકાનોમાં પડેલી તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધરાતે 2:12 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. જો કે રાહતની વાત એ હતી કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. જણાવી દઈએ કે જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી જવાને કારણે હંગામો મચી ગયો છે. રસ્તાઓમાં પર પણ અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે. અંદાજે 700 થી વધુ ઈમારતોમાં તિરાડો પડવાને કારણે લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે.
નોંધનીય છે કે લગભગ એક સપ્તાહ પહેલા રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5 જાન્યુઆરીએ ગુરુવારે અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર નથી. અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં સાંજે લગભગ 7.55 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 79 કિમી દક્ષિણમાં 200 કિમીની ઊંડાઈએ હતું.
આ પણ વાંચો - જોશીમઠથી 250 કિમી દુર ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ