Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા ક્ષેત્રના સાંસદ ગજાનન કીર્તિકરના રાજીનામાની માંગ સાથે બાઇક રેલી કાઢવા બદલ સંજય નિરુપમની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગજાનન કીર્તિકર તાજેતરમાં જ શિંદે જૂથમાં જોડાયા છે.બાઇક રેલીનું કર્યુ હતું આયોજન 16 નવેમ્બર બુધવારે બપોરે 2 કલાકે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સંજય નિરુપમની આગેવાની હેઠળ ઉત
કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે કરી ધરપકડ  જાણો શું છે મામલો
કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા ક્ષેત્રના સાંસદ ગજાનન કીર્તિકરના રાજીનામાની માંગ સાથે બાઇક રેલી કાઢવા બદલ સંજય નિરુપમની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગજાનન કીર્તિકર તાજેતરમાં જ શિંદે જૂથમાં જોડાયા છે.
બાઇક રેલીનું કર્યુ હતું આયોજન 
16 નવેમ્બર બુધવારે બપોરે 2 કલાકે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સંજય નિરુપમની આગેવાની હેઠળ ઉત્તર પશ્ચિમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કીર્તિકરના રાજીનામાની માંગ માટે હતી. પરંતુ તે પહેલા પોલીસે સંજય નિરુપમની ધરપકડ કરી અને  તેમને વર્સોવા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.સંજય નિરુપમે તાજેતરમાં એકનાથ શિંદે કેમ્પમાં જોડાયેલા સાંસદ ગજાનન કીર્તિકરની ટીકા કરતા કહ્યું હતું કે કીર્તિકર નેતા તરીકે યોગ્ય નથી અને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. નિરુપમે કહ્યું કે જો કીર્તિકરે પાર્ટી છોડી દીધી છે તો તેમણે મુંબઈ ઉત્તર મતવિસ્તારનું સાંસદપદ પણ છોડી દેવું જોઈએ.
ગજાનન કિર્તિકરના રાજીનામાની કરી છે માંગ 
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ગજાનન કીર્તિકર તેમના સંસદીય પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે અભિયાન ચલાવીશું કારણ કે તેઓ નેતા તરીકે યોગ્ય નથી. સંજય નિરુપમે કહ્યું હતું કે , કીર્તિકર જમીન પર શૂન્ય છે. કીર્તિકર સાથે કોઈ શિવસૈનિક નથી.
મહત્વપૂર્ણ છે કે ઉત્તર પશ્ચિમ મુંબઈથી લોકસભાના સભ્ય અને શિવસેનાના નેતા ગજાનન કીર્તિકર શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં પાર્ટીના જૂથમાં જોડાયા હતા. શિંદેની આગેવાની હેઠળનો જૂથ બાલાસાહેબચી શિવસેના તરીકે ઓળખાય છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.