Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાની સ્થિતિ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં જનઆક્રોશ યાત્રા કરી રદ્દ

ભાજપ (BJP) કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રાના (Bharat Jodo Yatra) જવાબ સ્વરૂપે રાજસ્થાનમાં જન આક્રોશ યાત્રા (Jan Aakrosh Yatra) કાઢી રહ્યું છે. કોરોના સંકટ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં (Rajasthan) ચાલી રહેલી જન આક્રોશ યાત્રાને રદ્દ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે આ જાણકારી આપી છે.આગમચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણયભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda) જન આક્રોશ યાત્રા માટે 51 રથને લીલીઝંડી દેખઆડ
કોરોનાની સ્થિતિ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં જનઆક્રોશ યાત્રા કરી રદ્દ
ભાજપ (BJP) કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રાના (Bharat Jodo Yatra) જવાબ સ્વરૂપે રાજસ્થાનમાં જન આક્રોશ યાત્રા (Jan Aakrosh Yatra) કાઢી રહ્યું છે. કોરોના સંકટ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં (Rajasthan) ચાલી રહેલી જન આક્રોશ યાત્રાને રદ્દ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે આ જાણકારી આપી છે.
આગમચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય
ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda) જન આક્રોશ યાત્રા માટે 51 રથને લીલીઝંડી દેખઆડી હતી અને આ યાત્રા રાજસ્થાનની 200 વિધાનસભા વિસ્તારોમાં ફરવાની હતી પણ દેશમાં સંભવિત કોરોનાના ખતરાને જોતા આગમચેતીના ભાગરૂપે આ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે.
આરોગ્ય મંત્રીની અપીલ
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ (Mansukh Mandavia) કોરોનાની સ્થિતિને જોતા રાહુલ ગાંધીને પત્ર લખીને ભારત જોડો યાત્રા અટકાવવાની અપીલ કરી હતી અને તેમણે તેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી તેવી પણ અપીલ કરી હતી અને જો ગાઈડલાઈનનું પાલન ના થઈ શકે તો દેશહીતમાં આ યાત્રા રદ્દ કરી દેવી જોઈએ તેમ પણ કહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.