Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રના દરિયામાં શંકાસ્પદ બોટમાં AK 47 સહિત હથિયારો મળ્યા, શું 26/11 જેવા આંતકી હુમલાનું કાવતરું?

મહારાષ્ટ્રના રાયગઢમાં દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લામાં સુરક્ષા સઘન કરાઇ છે.સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી તપાસ તેજ આજે મહારાષ્ટ્રના દરિયા કિનારે રાયગઢમાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લàª
મહારાષ્ટ્રના દરિયામાં શંકાસ્પદ બોટમાં ak 47 સહિત હથિયારો મળ્યા  શું 26 11 જેવા આંતકી હુમલાનું કાવતરું
મહારાષ્ટ્રના રાયગઢમાં દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લામાં સુરક્ષા સઘન કરાઇ છે.

સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી તપાસ તેજ 
આજે મહારાષ્ટ્રના દરિયા કિનારે રાયગઢમાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટમાંથી એકે 47, રાઈફલ્સ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે. આ પછી સમગ્ર રાયગઢ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને હથિયારો જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયાના કિનારે જોવા મળે છે. પોલીસ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
Advertisement

13 વર્ષ પહેલાં સમુદ્રી રસ્તે આવી આતંકવાદીઓએ મુંબઇને ધમરોળ્યું હતું
દરિયાઈ વિસ્તારમાં આતંકીઓ આવવાની શક્યતા હંમેશા રહે છે. આ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો, તે સમયે લશ્કરે તોઇબાના 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા. બોટને બીચ પર છોડ્યા બાદ આતંકીઓએ આખા શહેેરને બાનમાં લીધું હતું. શહેરભરમાં અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ બે હોટલ, એક હોસ્પિટલ અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 160 લોકોના મોત થયા હતા. હાલમાં મહારાષ્ટ્રમાં સુરક્ષા જળવાઇ રહે તે માચે સ્થાનિર પોલીસ સહિત કેન્દ્રીય એજન્સી સતર્ક બની છે.  
Tags :
Advertisement

.