આપ નેતા સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલીઓ, લાગ્યો 10 કરોડ રૂપિયા વસૂલ કરવાનો આરોપ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. જીહા, જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ AAP નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈને ઠગ સુ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. જીહા, જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ AAP નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈને ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) પાસેથી 10 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. સુકેશ ચંદ્રશેખરે આ અંગે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર પણ લખ્યો છે.
વસૂલી સાથે ધમકી આપવાનો આરોપ
સત્યેન્દ્ર જૈન પર આરોપ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યો છે. સુકેશે દિલ્હીના LGને પત્ર પણ લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી એલજીને પત્ર લખીને મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશે પોતાના પત્રમાં સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, પ્રોટેક્શન મની તરીકે તેમણે મંત્રીને 10 કરોડ રૂપિયા આપ્યા. સુકેશે એલજીને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી.
સુકેશ ચંદ્રશેખરે LGને પત્રમાં શું લખ્યું?
પ્રાપ્ત માહિતી અનુસાર, ઠગ સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાંથી એક પત્ર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. આ પત્રમાં ચંદ્રશેખરે લખ્યું - 'મને જેલમાં ઘણી વખત ધમકી આપવામાં આવી હતી, પોતાનો જીવ બચાવવા માટે તેણે 10 કરોડની પ્રોટેક્શન મની આપી છે.' ચંદ્રશેખરનો દાવો છે કે તેમને ડીજી જેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો છે કે કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના એક સહયોગીને પ્રોટેક્શન મની આપવામાં આવી છે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈન પણ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં હાલમાં તિહાર જેલમાં બંધ છે.
AAP નેતાએ મારી પાસે દર મહિને 2 કરોડ રૂપિયા માંગ્યા : ચંદ્રશેખર
ઠગ સુકેશે કહ્યું, 'મારી 2017મા ધરપકડ કરવામાં આવી હતી અને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી હતા. આ દરમિયાન તે ઘણી વખત જેલમાં આવ્યા હતા અને તપાસ એજન્સીની સામે તને આપેલા ડોનેશનની જાણ ન કરવાનું મને કહ્યું હતું, મારા પર ઘણી વખત દબાણ કરવામાં આવ્યું હતું અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. ચંદ્રશેખરે કહ્યું કે, AAP નેતાએ મારી પાસે દર મહિને 2 કરોડ રૂપિયા માંગ્યા જેથી મને જેલમાં કોઈ પ્રકારનો ખતરો ન આવે અને મૂળભૂત સુવિધાઓ પણ મળી શકે.
AAPને 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા
ઠગ સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે તેણે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા ડોનેશન તરીકે આપ્યા હતા. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ તેમને દક્ષિણ દિલ્હીમાં મહત્વપૂર્ણ પદ આપવાનો દાવો કર્યો હતો. પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનું પણ વચન આપ્યું હતું. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. સુકેશે એ પણ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે.
કોણ છે સુકેશ ચંદ્રશેખર?
સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. સુકેશને સૌથી મોટો ઠગ માનવામાં આવે છે. કહેવાય છે કે, 17 વર્ષની નાની ઉંમરથી તેણે ઘણા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. જે કેસ પછી સુકેશ સૌથી વધુ ચર્ચામાં આવ્યો તે રેનબેક્સીના ભૂતપૂર્વ ચેરમેન શિવેન્દ્ર સિંકની પત્ની અદિતિ સિંહ સાથે રૂ. 200 કરોડની છેતરપિંડીનો છે. તેણે અદિતિને વચન આપ્યું હતું કે તે અદિતિના પતિને જેલમાંથી મુક્ત કરાવશે. સુકેશ બોલિવૂડ અભિનેત્રીઓની પણ ખૂબ નજીક રહી ચુક્યો છે. તેણે 2010મા લીલા પોલ સાથે લગ્ન કર્યા હતા. લીલાએ પણ છેતરપિંડી કરવામાં તેનો સાથ આપવાનું શરૂ કર્યું તે મોટી વાત છે. લગ્ન પછી પણ સુકેશના સંબંધો બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ચાલુ રહ્યા. તાજેતરના દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ફર્નાન્ડીઝ સાથે તેની તસવીર વાયરલ થઈ હતી, જે બાદ તપાસ એજન્સીએ જેકલીનની પૂછપરછ પણ કરી હતી.
Advertisement