NIAએ કેરળમાં PFIનાં 56 સ્થળોએ પાડ્યાં દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ફરી એકવાર પ્રતિબંધિત સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર કાર્યવાહી કરી છે. આજે વહેલી સવારે કેરળ (Kerala)માં 56 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંગઠનને નવા નામ સાથે પુનર્જીવિત કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, કેરળ મૂળના આ કટ્ટરવાદી સંગઠને દેશભરમાં પોતાના મૂળિયા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ફરી એકવાર પ્રતિબંધિત સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર કાર્યવાહી કરી છે. આજે વહેલી સવારે કેરળ (Kerala)માં 56 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંગઠનને નવા નામ સાથે પુનર્જીવિત કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, કેરળ મૂળના આ કટ્ટરવાદી સંગઠને દેશભરમાં પોતાના મૂળિયા જમાવી લીધા હતા. તેની ગેરકાયદેસર ગતિવિધિઓને જોતા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
PFI ની રચના 2006માં કેરળમાં જ થઈ હતી
એર્નાકુલમમાં PFI નેતાઓ સાથે જોડાયેલા આઠ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, તિરુવનંતપુરમમાં છ પરિસરમાં તપાસ ચાલી રહી છે. આ કામગીરી ગુરુવારે સવારે 4 વાગ્યે એક સાથે શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે PFI ની રચના 2006માં કેરળમાં જ થઈ હતી. આ પછી તેણે 2009માં એક રાજકીય સંગઠન 'સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા' પણ બનાવ્યું. કેન્દ્ર દ્વારા સંગઠન પર પ્રતિબંધના વિરોધમાં કેરળમાં પણ હડતાલ જોવા મળી હતી. આ દરમિયાન રાજ્યમાં વ્યાપક હિંસા થઈ હતી. કેરળ હાઈકોર્ટે હિંસાની સુઓમોટો સંજ્ઞા લીધી અને કેરળની ડાબેરી મોરચાની સરકારને હડતાળ દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાન માટે આરોપીઓ અને અધિકારીઓને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement