Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાના જ દેશમાં માર્યો ગયો કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી,જાણો સમગ્ર મામલો

હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahuddin)ના સંસ્થાપક સભ્ય અને ત્રીજા નંબરના કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહેમદ પીર પોતાના જ દેશ પાકિસ્તાન (Pakistan)માં માર્યો ગયો છે. ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઈમ્તિયાઝને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે હંમેશા જવાબદાર માનવામાં આવે છે. ગયા વર્ષે, 4 ઓક્ટોબરે, ભારતે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહà«
પોતાના જ દેશમાં માર્યો ગયો કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાણો સમગ્ર મામલો
હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahuddin)ના સંસ્થાપક સભ્ય અને ત્રીજા નંબરના કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહેમદ પીર પોતાના જ દેશ પાકિસ્તાન (Pakistan)માં માર્યો ગયો છે. ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઈમ્તિયાઝને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે હંમેશા જવાબદાર માનવામાં આવે છે. ગયા વર્ષે, 4 ઓક્ટોબરે, ભારતે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.

ઇમ્તિયાઝ મુળ કાશ્મીરનો હતો.
મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બાબરપોરા વિસ્તારનો રહેવાસી ઇમ્તિયાઝ આલમ પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવાયું છે કે પીર હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્યની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ભૂતપૂર્વ આતંકવાદીઓ અને અન્ય કેડરોને એક કરવા માટે ઘણા ઓનલાઈન પ્રચાર જૂથોમાં સામેલ હતો
ઝાકિર મુસાની હત્યાનો આરોપ
ઈમ્તિયાઝ આલમ પર 23 મે, 2019ના રોજ કાશ્મીરમાં અલ-કાયદાની શાખા અંસાર ગઝવત-ઉલ-હિંદના મુખ્ય કમાન્ડર ઝાકિર મુસાની હત્યા કરવાનો આરોપ હતો. મે 2017 માં, તેણે પાકિસ્તાન તરફી હિઝબુલ મુજાહિદ્દીન છોડી દીધી અને ખિલાફતની સ્થાપના અને શરિયા કાયદાના અમલ માટે હાકલ કરી.
આઈએસઆઈના ઈશારે છોડવામાં આવ્યો હતો
માર્ચ 2007માં પાકિસ્તાન આર્મીના ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઈન્ટેલિજન્સે ઈમ્તિયાઝ આલમને કસ્ટડીમાં લીધો હતો. તે સમયે તેણે પોતાના 'નોર્ધન ડિવિઝન કમાન્ડર' મોહમ્મદ શફી ડારને મજબૂત કરવા માટે 12 આતંકીઓની ટીમ મોકલી હતી. જોકે, ISIના આદેશ પર તેને ટૂંક સમયમાં છોડી દેવામાં આવ્યો હતો.
ભારતે હિઝબુલ મુજાહિદ્દીન પર કાર્યવાહી કરી
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ એમ અબ્બાસ વાગે, ગૌહર અહેમદ મીર અને નિસાર અહેમદ શેખ તરીકે કરવામાં આવી છે, જે તમામ શોપિયાંના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસે 1 પિસ્તોલ, 2 પિસ્તોલ મેગેઝીન અને 13 જીવંત પિસ્તોલ રાઉન્ડ મળી આવ્યા હતા."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.