આજે દેશભરના 1.56 લાખ આયુષ્માન કેન્દ્રો પર આરોગ્ય મેળાનું આયોજન
દેશમાં આરોગ્ય (Health) સેવાઓને વધુ સારી રીતે લાગુ કરવા અને લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવા માટે હવે દર મહિનાની 14મી તારીખે આરોગ્ય મેળા (Health Fair)નું આયોજન કરવામાં આવશે. આ સ્વાસ્થ્ય મેળાઓ દેશભરના 1.56 લાખ આયુષ્માન સ્વાસ્થ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટરો પર આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંગળવારે દેશભરના તમામ 1.56 લાખ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આરોગ્ય મેળાનું આà
દેશમાં આરોગ્ય (Health) સેવાઓને વધુ સારી રીતે લાગુ કરવા અને લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવા માટે હવે દર મહિનાની 14મી તારીખે આરોગ્ય મેળા (Health Fair)નું આયોજન કરવામાં આવશે. આ સ્વાસ્થ્ય મેળાઓ દેશભરના 1.56 લાખ આયુષ્માન સ્વાસ્થ્ય કેન્દ્રો અને વેલનેસ સેન્ટરો પર આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંગળવારે દેશભરના તમામ 1.56 લાખ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આરોગ્ય મેળાનું આયોજન કરશે. સ્વસ્થ મન, સ્વસ્થ ઘર અભિયાન હેઠળ, દર મહિનાની 14 તારીખે દેશભરના 1.56 લાખ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે.
દેશવ્યાપી આરોગ્ય મેળાઓ
આ દેશવ્યાપી આરોગ્ય મેળાઓ હેઠળ યોગ, ઝુમ્બા, ટેલિકોન્સલ્ટેશન, નિક્ષય પોષણ અભિયાન, બિન-સંચારી રોગની તપાસ અને દવાનું વિતરણ, સિકલ સેલ ડિસીઝ સ્ક્રીનીંગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. 14 ફેબ્રુઆરી 2023ના રોજ તમામ આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટર્સમાં સાયક્લોથોન, સાયકલ રેલી અથવા સાયકલ ફોર હેલ્થના રૂપમાં સાયકલ ચલાવવાની ઇવેન્ટ યોજાશે જેથી શારીરિક અને માનસિક સુખાકારી અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પરિવહન વિશે જાગૃતિને પ્રોત્સાહન મળે. દિલ્હીની લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજમાં 'સાયકલ ફોર હેલ્થ' થીમ સાથે સાયક્લોથોન યોજાશે. હોસ્પિટલ પરિસરમાં એક વિસ્તાર સાયકલ સ્ટેન્ડ તરીકે સમર્પિત કરવામાં આવશે.
મેગા સાયકલિંગ ઇવેન્ટ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ તમામ નાગરિકોને તેમના નજીકના આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર મેગા સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લેવા વિનંતી કરી છે. ડો.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આપણા શરીરને સ્વસ્થ, ફીટ અને સક્રિય રાખવા માટે સાયકલ ચલાવવી એ એક શ્રેષ્ઠ ઉપાય છે. ભલે તમે ઓછું કે વધુ અંતર કાપો, થોડા સમય માટે કે લાંબા સમય માટે દોડો, પરંતુ સાયકલ ચલાવવી જ જોઈએ.
એક વર્ષનું અભિયાન
હેલ્ધી માઇન્ડ, હેલ્ધી હોમ એ નવેમ્બર 2022 થી ઓક્ટોબર 2023 સુધી ચાલતું એક વર્ષનું અભિયાન છે. તે 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવ'ની ઉજવણી માટે સ્વાસ્થ્ય અને સુખાકારીની થીમને પ્રોત્સાહન આપશે. આ નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017 સાથે સુસંગત છે જે નિવારક અને પ્રમોટિવ હેલ્થકેર અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, 2019 પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો હેતુ ફિટનેસ અને સ્વસ્થ જીવનને આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે.
આ પણ વાંચો--"કાશ્મીરમાં સામાન્ય લોકોની વાત સાંભળ્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે" : પ્રિયંકા ગાંધી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement