Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતો હજું માત્ર 'ટ્રેલર' છે, હજું આવશે ખતરનાક કોલ્ડ વેવ

રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂકેટલાક ગામોમાં બરફની ચાદર જોવા મળીનલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યોકચ્છના નલિયામાં 1.4 ડિગ્રી તાપમાનવલસાડમાં 5.9,નર્મદામાં 6.6 ડિગ્રી તાપમાનપાટણમાં 6.7,ભુજમાં 7.6 ડિગ્રી તાપમાનદાહોદમાં 8,ડીસામાં 8.2 ડિગ્રી તાપમાનગાંધીનગરમાં 8.3,રાજકોટમાં 8.4 ડિગ્રીપંચમહાલમાં 9.1,જૂનાગઢમાં 9.8 ડિગ્રી અમદાવાદમાં 10,ભાવનગરમાં 10.2 ડિગ્રીઅમરેલીમાં 10.3,છોટાઉદેપુરમાં 10.5 ડિà
આતો હજું માત્ર  ટ્રેલર  છે   હજું આવશે ખતરનાક કોલ્ડ વેવ
  • રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ
  • કેટલાક ગામોમાં બરફની ચાદર જોવા મળી
  • નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • કચ્છના નલિયામાં 1.4 ડિગ્રી તાપમાન
  • વલસાડમાં 5.9,નર્મદામાં 6.6 ડિગ્રી તાપમાન
  • પાટણમાં 6.7,ભુજમાં 7.6 ડિગ્રી તાપમાન
  • દાહોદમાં 8,ડીસામાં 8.2 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 8.3,રાજકોટમાં 8.4 ડિગ્રી
  • પંચમહાલમાં 9.1,જૂનાગઢમાં 9.8 ડિગ્રી 
  • અમદાવાદમાં 10,ભાવનગરમાં 10.2 ડિગ્રી
  • અમરેલીમાં 10.3,છોટાઉદેપુરમાં 10.5 ડિગ્રી
  • 19 જાન્યુઆરીએ પારો 0 ડિગ્રી સુધી જઈ શકે છે
અત્યારે અડધુ ભારત ઠંડી ( Cold )થી ધ્રૂજી રહ્યું છે અને જો હવામાન વિભાગ (IMD)નું માનીએ તો દિલ્હી, યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીમાં હજું પણ  વધુ વધારો થશે. આજથી આગામી ત્રણ દિવસ સુધી અનેક શહેરોમાં તાપમાનનો પારો શૂન્ય સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે રાજધાની દિલ્હી-NCRમાં ઘણી જગ્યાએ પારો 3 ડિગ્રીથી નીચે ગયો હતો. પહાડોમાં હિમવર્ષા બાદ ઠંડીનું મોજું વધી ગયું છે. જો કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ખીલી શકે છે, પરંતુ ઘણી જગ્યાએ ધુમ્મસ રહેશે. આ સિવાય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે.
19 જાન્યુઆરીએ પારો 0 ડિગ્રી સુધી જઈ શકે છે
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે. જમ્મુ કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જોકે ઘણા વિસ્તારો હજુ પણ બરફની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતોના મતે હવે હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ સુધી રાત ખૂબ જ ઠંડી રહેવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. 20 જાન્યુઆરી બાદ ઠંડીથી થોડી રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.
કોલ્ડવેવથી રાહત મળવાની આશા નથી
હાલમાં પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર ચાલી રહી છે. શિલાહારની અસર એટલી પ્રબળ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, યુપી, ગુજરાત, મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે. . આ કોલ્ડવેવથી રાહત મળવાની કોઈ આશા નથી. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં પડી રહી છે. એક તરફ શરીરને થીજાવી દે તેવા ઠંડા પવનો છે તો બીજી તરફ ધુમ્મસ છે. છેલ્લા 24 કલાકમાં ધુમ્મસના કારણે ટ્રેન અને ફ્લાઈટને અસર થઈ છે.

બીજી તરફ ગુજરાતમાં પણ  કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. 
કેટલાક ગામોમાં બરફની ચાદર જોવા મળી છે. કચ્છના નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને નલિયામાં 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વલસાડમાં 5.9,નર્મદામાં 6.6 ડિગ્રી તાપમાન, પાટણમાં 6.7,ભુજમાં 7.6 ડિગ્રી તાપમાન, દાહોદમાં 8,ડીસામાં 8.2 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8.3,રાજકોટમાં 8.4 ડિગ્રી, પંચમહાલમાં 9.1,જૂનાગઢમાં 9.8 ડિગ્રી  તથા અમદાવાદમાં 10,ભાવનગરમાં 10.2 ડિગ્રી ઉપરાંત અમરેલીમાં 10.3,છોટાઉદેપુરમાં 10.5 ડિગ્રી અને પોરબંદરમાં 10.6,વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.