ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NDA Floor Test: બિહારમાં સત્તાધીશ પક્ષ અને વિપક્ષઓએ MLAs ને લઈ કમરકસી

NDA Floor Test: આગામી દિવસોમાં બિહારમાં લોકસભાની ચૂંટણી માટે NDA Floor Test યોજાવાનું છે. તેને કારણે... બિહાર સહિત સમગ્ર દેશના રાજકારણમાં બદલાવો જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીના અધ્યક્ષો દ્વારા પોતાના તમામ વિધાયકોને નજરકેદ પણ કરવામાં આવ્યા છે. RJD...
07:29 PM Feb 11, 2024 IST | Aviraj Bagda
In Bihar, ruling party and opposition tussle over MLAs

NDA Floor Test: આગામી દિવસોમાં બિહારમાં લોકસભાની ચૂંટણી માટે NDA Floor Test યોજાવાનું છે. તેને કારણે... બિહાર સહિત સમગ્ર દેશના રાજકારણમાં બદલાવો જોવા મળી રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીના અધ્યક્ષો દ્વારા પોતાના તમામ વિધાયકોને નજરકેદ પણ કરવામાં આવ્યા છે.

RJD ના તમામ ધારાસભ્યો નજરકેદ થયા

ત્યારે Bihar માં Floor Test પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યો (MLAs) ને અલગ-અલગ રીતે એક કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યાં એક તરફ પટનામાં મંત્રી વિજય ચૌધરી (Vijay Chaudhary) ના ઘરે JDU ધારાસભ્યો (MLAs) ની મોટી બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે RJD ના તમામ ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને નજરકેદ રાખ્યા છે.

BJP MLAs પટનામાં ઉપમુખ્યંત્રીના સ્થાને રહેશે

એક અહેવાલ અનુસાર,બોધગયામાં બેઠક યોજ્યા બાદ ભાજપના ધારાસભ્યોને પણ બસ દ્વારા પટના લાવવામાં આવી રહ્યા છે. ભાજપના તમામ ધારાસભ્યો બોધગયાથી 3 લક્ઝરી બસમાં પટના જવા રવાના થયા છે. ત્યારબાદ તમામ ધારાસભ્યો સીધા બિહારના ઉપમુખ્યમંત્રી વિજય સિન્હા (Dypty. CM Vijay Sinha) ના ઘરે જશે.

સરકારની બહુમતી અને વિપક્ષની રમતની કસોટી નિશ્ચિત

તમને જણાવી દઈએ કે, બિહારમાં 12 ફેબ્રુઆરીએ નવી NDA એ સરકારનો Floor Test થશે. આવી સ્થિતિમાં સરકારની બહુમતી અને વિપક્ષની રમતની કસોટી નિશ્ચિત છે. NDA એ સરકારની તરફેણમાં વિશ્વાસ મત મેળવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે. આ પરીક્ષા પહેલા બિહારમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બન્નેમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલી રહી છે.

આ પણ વાંચો: PM Modi In Jhabua: વડાપ્રધાને મધ્યપ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્યનું કર્યું ઉદ્ઘાટન

Tags :
BiharBihar MLAsCM Nitish KumarFloor TestGujaratGujaratFirstMLAsNationalNDANDA Floor Testnitish kumarpm modipm narendra modiTejashwi Yadav
Next Article