Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nagpur : ગણપતિ વિસર્જન દરમિયાન 8 થી વધુ મહિલાઓ દાઝી ગઇ

ગણપતિ વિસર્જનમાં ફટાકડાથી મોટું દુર્ઘટનું વિસર્જન દરમિયાન ફટાકડાની ભૂલ, 8 થી 10 મહિલાઓ દાઝી દાઝી ગયેલી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી Nagpur : નાગપુર જિલ્લાના ઉમરેડ વિસ્તારમાં ગણપતિ વિસર્જન (Ganapati Visarjan) દરમિયાન એક મોટી દુર્ઘટનાની ઘટના સામે...
11:07 AM Sep 20, 2024 IST | Hardik Shah
Major accident during ganpati visarjan

Nagpur : નાગપુર જિલ્લાના ઉમરેડ વિસ્તારમાં ગણપતિ વિસર્જન (Ganapati Visarjan) દરમિયાન એક મોટી દુર્ઘટનાની ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જનના આયોજન દરમિયાન ગુરુવારની રાત્રે આ દુર્ઘટના ઘટી હતી, જેમાં આતીશબાજી કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા, જેના કારણે ત્યાં હાજર 8થી 10 મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. વિસર્જન સમયે ભારે ભીડના કારણે લોકોમાં અરાજકતા ફેલાઈ અને ડરની સ્થિતિ ઉભી થઈ હતી. ઘાયલ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગણપતિ વિસર્જનમાં દુર્ઘટના

ઉમરેડ વિસ્તારમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ઢોલ-નગારા સાથે ખૂબ ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉત્સાહભર્યા માહોલમાં ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા હતા. પરંતુ આ ઉત્સાહ વધુ સમય સુધી ન રહ્યો, કારણ કે ફટાકડા ભીડમાં જ ફોડવામાં આવ્યા. જેના કારણે તણખા લોકો પર પડી ગયા અને ઘણા લોકોને ઈજા પહોંચી હતી. ખાસ કરીને 8 થી 10 મહિલાઓ ફટાકડાના તણખાથી બળીને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ દુર્ઘટનાએ લોકોમાં અફરાતફરી મચાવી દીધી અને અરાજકતા સર્જાઈ હતી.

દાઝેલી મહિલાઓની સારવાર ચાલુ

અકસ્માત બાદ સ્થળ પર ભારે ગભરાટ અને ભય જોવા મળ્યો હતો. લોકો ઉતાવળમાં ભાગવા લાગ્યા, જેના કારણે કેટલાક લોકો પણ ઘાયલ થયા હતા. દાઝેલી મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમનું ઈલાજ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નાગપુરના ઉમરેડમાં બનેલી આ દુર્ઘટનાથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ઉત્સવો દરમિયાન સુરક્ષાની ઉપેક્ષા કરવાથી આ પ્રકારની ઘટનાનો ભોગ સામાન્ય લોકો બને છે તેવું પણ ઘણા લોકો કહી રહ્યા છે.

આ પણ વાંચો:  'હુમલાખોરો રાત્રે આવ્યા અને ઘરો આગની ભેટ ચઢાવી ગયા, હવે કેવી રીતે જીવી શું?' રડતી મહિલાની આપવીતી

Tags :
Celebration safetyCrowd chaosEmergency responseFirecracker accidentFireworks mishapGanapati VisarjanGanpati immersionGanpati immersion in NagpurGanpati visarjanGujarat FirstHardik ShahHospital treatmentMaharashtramany people injured due to burn firecrackersNagpurPublic disturbanceWomen injured
Next Article