Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

POCSO એક્ટ હેઠળ જામીન પર બહાર આવેલા સગીરની હત્યા, પરિવારજનોએ કહ્યું - 'ખૂન કા બદલા ખૂન'

હરિયાણામાંથી હવે ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટના એમ છે કે, એક 17 વર્ષીય સગીર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે.અહી નોંધનીય બાબત એ છે કે, આ સગીર મૃતકને 4 દિવસ પહેલા જ...
pocso એક્ટ હેઠળ જામીન પર બહાર આવેલા સગીરની હત્યા  પરિવારજનોએ કહ્યું    ખૂન કા બદલા ખૂન

હરિયાણામાંથી હવે ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટના એમ છે કે, એક 17 વર્ષીય સગીર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે.અહી નોંધનીય બાબત એ છે કે, આ સગીર મૃતકને 4 દિવસ પહેલા જ જુવેનાઈલ હોમમાંથી જામીન પર ઘરે આવ્યો હતો. તેની સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.હવે તેની મોત બાદ તેના પરિવારજનોએ કહ્યું છે કે, હવે લોહીના બદલે લોહી, બદલો તો લેવાશે જ.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

લોહીલુહાણ હાલતમાં મળી હતી લાશ

17 વર્ષીય સગીર આકાશની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.આ પછી હત્યારા લાશને ઝાડીમાં ફેંકીને નાસી ગયા હતા.માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક આકાશ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ તે જામીન પર બહાર આવ્યો હતો.તેની હત્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કે જે કેસમાં પોક્સો લગાવવામાં આવ્યો હતો તે જ દુશ્મનાવટને કારણે સગીરની હત્યા પ્રકાશમાં આવી રહી છે. જોકે, પોલીસનું કહેવું છે કે કેસની તપાસ અન્ય એંગલથી પણ કરવામાં આવી રહી છે. તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

નારાજ પરિવારજનોએ આપી ધમકી

હવે આ મામલામાં મૃતક સગીરના નારાજ પરિવારજનોએ આકાશની હત્યા ઈંટ,પથ્થરો અને ધારદાર હથિયારો વડે કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે.મૃતકના સંબંધીઓએ વધુમાં ખૂન કા બદલા ખૂનની ચેતવણી આપી છે.હાલ સમગ્ર બાબત અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai BMW Accident Case : મિહિર શાહને 7 દિવસની પોલીસ કસ્ટડી

Advertisement

Tags :
Advertisement

.